Home /News /gujarat /

અમદાવાદનાં આ પોશ વિસ્તારમાં છે ગટર ઉભરાવવાનાં પ્રશ્નો, લોકો ભોગવી રહ્યાં છે હાલાકી

અમદાવાદનાં આ પોશ વિસ્તારમાં છે ગટર ઉભરાવવાનાં પ્રશ્નો, લોકો ભોગવી રહ્યાં છે હાલાકી

નોર્થ બોપલમાં ઠેર ઠેર ગટરો ઉભરાવવાની સમસ્યાઓ નાગરિકો ભોગવી રહ્યાં છે.

બે વર્ષ પહેલા સ્થાનિકોએ ઔડાને ગટર કનેક્શન આપવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી.

    પંકજ શર્મા, અમદાવાદ : અમદાવાદ ભલે સ્માર્ટસિટી તરફ આગળ વધી રહ્યું હોય પરંતુ અહીં હજી એવા વિસ્તાર પણ છે કે જ્યાં ગટર કનેક્શન નથી. તમારા માનવામાં નહીં આવે પરંતુ નોર્થ બોપલમાં ઠેર ઠેર ગટરો ઉભરાવવાની સમસ્યાઓ નાગરિકો ભોગવી રહ્યાં છે. અહીંનાં સ્થાનિક નાગરિકોનું જણાવ્યાં પ્રમાણે તેમણે અનેક વાર તંત્રને આ અંગે રજૂવાત કરી છે પરંતુ કોઇ ઉકેલ નથી આવતો તેની વિરુદ્ધ અમે બોપલ-ઘુમા પાલિકા અને ઔડાની હુંસાતુંસીમાં પીસાઈ રહ્યાં છે.

    વિસ્તૃતથી વાત કરીએ તો અમદાવાદમાં નોર્થ બોપલમાં ઠેર ઠેર ગટરો ઉભરાવવાથી નાગરિકો ભયંકર પરેશાની ભોગવી રહ્યા છે. શીલજ રોડથી ડીપીએસ સ્કુલ સુધીની તેમજ કબીર એન્ક્લેવ રોડથી શિવાલિક અને ઘુમા વિસ્તારમાં શાંતિ જુનિયર પ્રી પ્રાયમરી સ્કુલ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓમાં ગટરનાં કનેક્શન વર્ષોથી આપયા નથી. જેના કારણે ઉભરાતી ગટરોથી ભયંકર રોગચાળાનો વાવર ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નોર્થ બોપલમાં ટીપીએ -1, ટીપીએ - 2 અને ટીપીએ - 3 વિસ્તાર કે જે ઔડા હસ્તક આવે છે. આ વિસ્તારોમાં આવેલી 40થી વધુ સોસાયટીઓમાં છેલ્લા ચાર વર્ષથી ગટરના કનેક્શનો ન અપાતા રહિશોએ હોબાળો મચાવ્યો છે. ત્યારે સૌથી પહેલા આ મામલે ન્યુઝ18 ગુજરાતીની ટીમે બોપલ-ઘુમા પાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેમણે ગટર કનેક્શની જવાબદારી ઔડાની હોવાનું જણાવ્યું હતુ.

    આ પણ વાંચો : અમદાવાદના બિલ્ડરને આવ્યો ફોન, 'તમારે ત્યાં ITનાં દરોડા પડશે, હું મદદ કરી શકું છું'

    બે વર્ષથી લોકો કરી રહ્યાં છે ફરિયાદ

    બે વર્ષ પહેલા સ્થાનિકોએ ઔડાને ગટર કનેક્શન આપવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે ઔડા દ્વારા એવી ખાતરી અપાઈ હતી કે છ મહિનામાં જ શીલજ બાજુથી ગટરલાઈન આપી દેવાશે. પણ બે વર્ષ બાદ હજુ કોઈને ગટર કનેક્શન આપવામાં આવ્યાં નથી. બોપલમાં આવેલા બે રેલવે અંડરપાસ છેલ્લા 15 દિવસથી વાહનવ્યવહાર માટે બંધ થયા છે. જેથી રોજિંદી અવરજવર કરતા રહિશોને બે કિલોમીટર ફરીને જવુ પડે છે. આ પાણીનો નિકાલ કરવા માટે પાલિકા કે ઔડા કોઈ કાર્યવાહી કરે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યાં છે.

    લોકોએ અનેકવાર રજૂવાત કરી છે


    ન્યુઝ18 ગુજરાતીની રજૂવાત બાદ કનેક્શનની ખાતરી અપાઇ

    ન્યુઝ18 ગુજરાતીનાં કવરેજ બાદ ઔડાએ ગટર કનેક્શનનાં જોડાણની ખાતરી આપી છે. ઔડાનાં ચીફ એક્ઝી. ઓથોરિટી, એ.બી.ગોરે આ અંગે સકારાત્મક વાત કરતાં જણાવ્યું કે, આગામી ઓક્ટોબર માસથી નોર્થ બોપલ વિસ્તારમાં ગટર જોડાણ માટેની કામગીરી શરૂ કરાશે. નર્મદાનું પાણી સમગ્ર બોપલ વિસ્તારને મળે તે માટે મુખ્યમંત્રીનો સમય માંગવામાં આવ્યો છે. ટૂંકમાં પીવાના પાણીના કનેક્શન પણ નોર્થ બોપલ વિસ્તારને મળતા થશે.

    પ્રાથમિક સુવિધા ઝંખતો નોર્થ બોપલના આ વિસ્તારમાં ઘણા સમયથી ઓરમાયુ વર્તન થઈ રહ્યુ હોવાનો સ્થાનિકોનો આરોપો છે. રહિશો પાલિકામાં ટેક્સની રકમ પણ નિયમિત ભરે છે. પરંતુ રહીશોને પોતાની આધારભૂત સુવિધાઓ ક્યારે મળશે તે જોવું રહ્યું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bopal, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર