Home /News /gujarat /

વડોદરા: GIDCની કંપનીમાં બોઇલર ફાટતા ચાર કામદારોના મોત, 14થી વધુ ઇજાગ્રસ્ત

વડોદરા: GIDCની કંપનીમાં બોઇલર ફાટતા ચાર કામદારોના મોત, 14થી વધુ ઇજાગ્રસ્ત

Vadodara News: કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા હતા. બોઇલર વધુ ગરમ થતાં અને ટેમ્પરેચર પ્રોપર મેઇન્ટેઇન ન થતાં બોઇલર ફાટ્યા હોવાનું અનુમાન છે.

Vadodara News: કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા હતા. બોઇલર વધુ ગરમ થતાં અને ટેમ્પરેચર પ્રોપર મેઇન્ટેઇન ન થતાં બોઇલર ફાટ્યા હોવાનું અનુમાન છે.

    વડોદરા: શહેરમાં મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં (boiler blast at GIDC canton laboratory) આજે સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ (boiler blast) થયો હતો. આ ગોઝારી દૂર્ઘટનામાં બોઇલરની નીચે દબાઇ જતા ચાર કામદારના મોત થયા છે. જ્યારે બાળકો સહિત 14 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. કંપની પરિસરમાં જ કામદારોની વસાહત આવેલી છે અને વસાહતની નજીક જ બોઈલર ફાટવાની દૂર્ઘટના બની હતી.

    પ્રચંડ વિસ્ફોટથી પાસેના એકમોમાં પણ ધ્રુજારી આવી હતી. જોકે, હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

    ફાયરની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી કરી

    ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બોઇલર નીચે કામદારો દબાયેલા હોવાની આશંકાને પગલે ફાયરના કર્મીઓએ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

    બોઇલર ફાટતા બ્લાસ્ટ થયો


    કેટલાક સમય સુધી ઇજાગ્રસ્તો જમીન પર પડી રહ્યા હતા

    વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા. વિસ્ફોટ બાદ તરત એમ્બ્યુલન્સ નહીં આવતા ઇજાગ્રસ્ત બાળકો સહિત કામદારો જમીન પર પડી રહ્યા હતા.



    ઇજાગ્રસ્ત વ્યક્તિ




    દોઢ કિમી સુધીના ઘરોમાં કાંચ તૂટ્યા હતા

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ પાસે જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટના કારણે દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. આ સાથે કંપનીની બાજુમાં આવેલા ઘરની દીવાલો પણ તૂટી ગઇ હતી. જોકે, આની પરથી જ આપણે કયાશ લગાવી શકીએ છીએ કે આ વિસ્ફોટ ઘણો જ ભયાવહ હશે.

    બોઇલર પાસે મકાનો ન રાખી શકાય

    સામાન્ય રીતે નિયમ હોય છે કે, બોઇલર હોય તેની આસપાસ રહેણાંક વિસ્તાર ન હોવો જોઇએ. ત્યારે કંપનીએ પોતાની જ વસાહતમાં આ મકાનો બનાવ્યા હતા. જ્યાં લોકો રહેતા હતા અને તેમના ઘરમાં બધો જ સામાન પણ હતો. આ સાથે ત્યાં વાહનો પણ પડ્યા હતા જેનો પણ કચ્ચરઘાણ થયો છે. ત્યારે જોવનાનું એ રહ્યું કે આ કંપની માલિક સામે આ અંગે કોઇ કાર્યવાહી થાય છે કે નહીં.



    કંપનીએ કર્યુ હતુ ગેરકાયદેસર બાંધકામ

    ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યા પ્રમાણે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા હતા. ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતાં અને ટેમ્પરેચર પ્રોપર મેઇન્ટેઇન ન થતાં બોઇલર ફાટ્યા હોવાનું અનુમાન છે. કંપનીનું જી.ઈ.બીનું કલેક્શન કાપી નાખવામાં આવ્યું છે. આ સાથે તેમને નોટિસ પણ આપવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, જીઆઇડીસી, વડોદરા, વિસ્ફોટ

    આગામી સમાચાર