વડોદરામાં બોગસ રેલવે ભરતી કૌભાંડનો પર્દાફાશ, પડાવ્યા લાખો રૂપિયા

News18 Gujarati
Updated: June 20, 2019, 6:03 PM IST
વડોદરામાં બોગસ રેલવે ભરતી કૌભાંડનો પર્દાફાશ, પડાવ્યા લાખો રૂપિયા
ઝડપાયેલા આરોપીઓ

  • Share this:
ફરીદ ખાન, વડોદરાઃ બેરોજગાર નોકરીવાંછુને રેલ્વેમાં વિવિધ જગ્યાઓ પર લાયકાત પ્રમાણે નોકરી આપવાની લાલચ આપી રેલ્વે ભરતી બોર્ડની ખોટી પરીક્ષા યોજી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કરાયો છે. વડોદરા એસઓજીએ પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ન્યૂ દિલ્હી રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડના નામે ઠગ ટોળકી જયપુર અને વડોદરામાં રીતસર રેલ્વેના ઉમેદવારો માટે પરીક્ષા યોજતા હતા અને નોકરીવાંછુ ઉમેદવારો પાસેથી રૂપિયા 5000થી 6000 સુધીની ફી વસુલતા હતા, રેલ્વે ભરતી બોર્ડના લેટર પેડ, રેલ મંત્રાલયના લેટર પેડ, રેલવેના માર્ક વાળા કવરો, અશોક સ્તંભ હોલ માર્ક સાથે રેલ્વેના લેટરો ઉમેદવારોને પ્રભાવિત કરવા ઉપયોગ કરતા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ મોટો નિર્ણયઃ હવે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે

એસઓજીને બાતમી મળી હતી કે વડોદરાના વાઘોડિયા રોડ પર શ્રીજી એજયુકેશનના નામે સંસ્થા ચલાવવામાં આવે છે અને રેલવેમાં વિવિધ પદો પર નોકરી આપવાના નામે પૈસા પડાવવામાં આવે છે. એસઓજીએ દરોડા પાડી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો સહીત ૧ તુષાર યોગેશ પુરોહિત, ૨ અનિલ મનુભાઈ પટેલ, ૩ શૈલેષ સોની, ૪ સુરસીંગ રાઠવા, ૫ મનોજ વણકર, પાંચ આરોપીની ધરપકડ કરી છે, આ તમામ પાંચ આરોપીઓ રેલ્વે ભરતી બોર્ડના નામે ખોટા હોદ્દાઓ બનાવ્યા હતા અને 176 નોકરીવાંછુ યુવકો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
First published: June 20, 2019, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading