Home /News /gujarat /

બોગસ આયુષ્યમાન ભારત કાર્ડ બનાવનારની હવે ખેર નથી, લાગશે મસમોટો દંડ

બોગસ આયુષ્યમાન ભારત કાર્ડ બનાવનારની હવે ખેર નથી, લાગશે મસમોટો દંડ

Ahmedabad news: અમદાવાદ જિલ્લામાં PMJAY યોજના ખોટા કાર્ડ બનાવનાર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જાણો કેટલો થાય છે દંડ.

Ahmedabad news: અમદાવાદ જિલ્લામાં PMJAY યોજના ખોટા કાર્ડ બનાવનાર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જાણો કેટલો થાય છે દંડ.

અમદાવાદ: રાજ્યના ગરીબ અને જરૂરિયાતંદ લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ સરળતાથી અને નિ:શુલ્ક મળી રહે તે માટે PMJAY કાર્ડના લાભર્થીને લાભાન્વિત કરવા સરકાર દ્વારા  રાજ્યના નગરો-મહાનગરો ,ગ્રામ્ય સ્તરે સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટર ખાતે પણ નાગરિકોને PMJAY કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ આ યોજનામાં પણ લોકો ખોટા કાર્ડ બનાવી રહ્યા છે. જે રાજ્ય સરકારને ધ્યાને આવતા અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગને 24 કાર્ડની યાદી આપવામાં આવી હતી. 24 કાર્ડમાં શંકા જતા BIS ઓડિટર લોગ ઇન પર તપાસ કરતા 7 કાર્ડ ખોટા હોવાનું બહાર આવ્યું છે.

7 કાર્ડ બનાવનાર અને એપૃવલ આપનાર પર કાર્યવાહી કરવામાં આવી છે. કાર્ડ બનાવનાર અને એપૃવલ આપનારનું તાત્કાલિક આઇડી બંધ કરવામાં આવ્યું છે. તેમજ ખોટા દસ્તાવેજ રજૂ કરીને કાર્ડ બનાવનાર પાસેથી એક કાર્ડ દીઠ 1 હજાર રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો છે. કાર્ડને એપૃવલ આપનાર પાસેથી એક કાર્ડ દીઠ 500 રૂ.દંડ વસુલ કરવામાં આવ્યો છે.કુલ 10 હજાર 500 રૂ દંડ વસુલ કરીને રાજ્ય સરકારમાં જમા કરવામાં આવ્યા છે

અમદાવાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે,  pmjay યોજનામાં કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ એક જ મોબાઈલ નંબરથી 6 કાર્ડ બનાવવામાં આવ્યા હતા.એટલે ખોટા કાર્ડ બન્યા હોવાની શંકા જતા તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અમદાવાદના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા 24 માંથી 7 કાર્ડ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું.જેમાં 6 કાર્ડ એક જ મોબાઈલ નંબર પરથી કાઢવામાં આવ્યા છે.અમદાવાદ જિલ્લામાં કુલ 7 કાર્ડ ખોટા બનાવ્યા છે.ખોટા કાર્ડ બનાવનાર અને એપુવલ આપનાર બંને પર કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat Summer forecast: આ ઉનાળામાં કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

ખોટા કાર્ડ બનાવનાર અને એપૃવલ આપનાર પર શુ કાર્યવાહી થઈ શકે?

ખોટા દસ્તાવેજ અથવા તો ખોટી આવક રજુ કરીને કાર્ડ બનાવ્યું હોય તો તેને એક કાર્ડ દીઠ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે અને આઇડી બંધ કરી દેવામાં આવે છે. સાથે એપૃવલ આપનારને પણ 500 રૂ.દંડ કરવામાં આવે છે અને આઇડી બંધ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો - અમદાવાદ: તમે પણ કોઇની પાસે ગાડી સાફ કરાવો છો? તો ચોક્કસ વાંચજો આ લૂંટનો લાલબત્તી સમાન કિસ્સો

ખોટા કાર્ડ બનાવીને ક્લેમ પાસ કરાવના પર દંડ

Pmjay યોજનાના કાર્ડ માટે ખોટા દસ્તાવેજ આપીને કાર્ડ બનાવ્યા બાદ જો સારવાર લીધી હોય અને ક્લેમ પાસ કરાવ્યો હોય તો જેટલો ક્લેમ પાસ થયો હોય તેના 300 ટકા દંડ વસુલ કરવામાં આવે છે.

અમદાવાદ જિલ્લામાંથી 7 લોકોએ ખોટા કાર્ડ બનાવ્યા છે.જેના પર અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી દંડ વસુલ કર્યો છે. જોકે ખોટા દસ્તાવેજ રજૂ કરીને કાર્ડ બનાવનાર અને એપૃવલ આપનાર ચેતી જજો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Aayushman Bharat Yojna, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन