પ્રણવ પટેલ, અમદાવાદ : રાજ્યમાં આગામી 7 માર્ચથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. બોર્ડની પરીક્ષા અંગે પરીક્ષા બોર્ડ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરાઈ છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં જિલ્લા અને તાલુકા સ્તરે યોજનારી બોર્ડની પરીક્ષા વિશે અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં SSCના 7 અને HSCના 12 ઝોન રહેશે અમદાવાદ ગ્રામ્યમાં SSC અને HSCમાં 4-4 એમ કુલ 8 ઝોન રહેશે.
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર વિજપુરવઠો જળવાય અને વિદ્યાર્થીઓને સમયસર બસ મળી રહે તે માટે પણ સરકાર દ્વારા વ્યવસ્થા કરાઈ છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા અગાઉથી જ સંવેદનશીલ કેન્દ્રોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ કેન્દ્રોમાં અમદાવાદ ગ્રામ્યમાં SSC માટે 1 અને HSC માટે 4 સંવેદનશીલ કેન્દ્ર નોંધવામાં આવ્યા છે.
અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ મોબાઇલ લઈ જઈ નહીં શકે. ગાંધીનગરથી રાજ્યકક્ષા સ્કવોડ કામગીરી કરશે. સ્થાનિક સ્કવોડની ટીમ નહીં હોય. અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10 અને 12ના 85 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે શહેરી વિસ્તારમાં 1 લાખ 6 હજાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
ગેરરીતી અટકાવા માટે તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસની શાળાઓની નજીક આવેલી ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ અપાયો છે. પરીક્ષા દરમિયાન પ્રત્યેક ઝોનલ રૂમમાં પણ CCTV રાખવામાં આવશે. બોર્ડના પેપરો CCTVની સામે જ ખોલવામાં આવશે અનેપરીક્ષા કેન્દ્રો પાસેથી CCTVની સીડીઓ મંગાવાશે. એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ પણ હશે અને બીજી બાજુ બોર્ડની પરીક્ષા પણ હોવાથી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કવાયત હાથ ધરાઈ છે. વિદ્યાર્થીઓને પોતાની સાથે મોબાઈલ સાથે ના રાખવા સૂચના
ગાંધીનગર કક્ષાએથી રાજ્યભરમાં સ્ક્વોડ કામગીરી કરશે
સ્થાનિક સ્ક્વોડની નહીં હોય ટીમ
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર