હરિયાણા# હરિયાણા ના ફતેહાબાદ માં લોકલ રૂટ પર ચાલનારી બસ માં વિસ્ફોટ થયો છે, જેમાં 12 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બોના વિસ્તાર નજીક થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બસમાં હાજર એક યુવકની બેગમાં આ વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટ બાદ તે યુવક બસ માંથી કૂદી ગયો હતો, આ વિસ્ફોટમાં 12 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જે યુવકના બેગ માં આ વિસ્ફોટ થયો તે હાલ ફરાર છે. પોલીસ તેના અંગે માહિતી મેળવવા અને તેની શોધખોળમાં લાગી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર આ બસ લોકલ રૂટમાં ચાલતી હતી, જ્યારે આ બસ બોના વિસ્તાર પાસે પહોંચી ત્યારે બસમાં એક બેગમાં વિસ્ફોટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા ના કુરૂક્ષેત્ર માં પણ 10 દિવસ અગાઉ આજ રીતે બસમાં વિસ્ફોટ થયો હતો, એટલે બ્લાસ્ટને સુરક્ષા એજન્સીઓ અને હરિયાણા પોલીસ ગંભીરતાથી લઇ રહી છે. હરિયાણા પોલીસ એક રિપોર્ટ તૈયાર કરી રહી છે, જે એનઆઇએ ને સોંપશે. કુરૂક્ષેત્ર માં થયેલ બ્લાસ્ટની તપાસ પણ એનઆઇએ કરી રહી છે.