
#બાંગ્લાદેશમાં આતંકવાદીઓ કહેર વર્તાવી રહ્યા છે. આજે ઇદના દિવસે પણ આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી ખળભળાટ ફેલાવી દીધો છે. કિશોરગંજમાં શોલાકિયા મેદાન પર થયેલા વિસ્ફોટમાં બે પોલીસ કર્મીઓના મોત થયાનું જાણવા મળી રહ્યું છે અને 9 ઘાયલ થયા છે. અહીં ઇદના દિવસે સૌથી મોટી નમાજ વખતે 3 લાખ લોકો એકઠા થયેલા હતા. ઢાકા હુમલાના 6 દિવસ બાદ આ ફરી હુમલો કરાયો છે. આતંકવાદીઓ સાથે પોલીસનું એન્કાઉન્ટર ચાલુ છે.