Home /News /gujarat /અમદાવાદ: સિવિલમાં 3 વર્ષની બાળકીનું બ્લેડર એક્સ્ટ્રોફીનું કરાયું સફળ ઓપરેશન

અમદાવાદ: સિવિલમાં 3 વર્ષની બાળકીનું બ્લેડર એક્સ્ટ્રોફીનું કરાયું સફળ ઓપરેશન

  અમદાવાદ સિવિલ હોસ્પિટલની યશ કલગીમાં વધુ એક ઉમેરો થયો છે, જ્યાં પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં એક બાંગલાદેશની ત્રણ વર્ષની બાળકીનું બ્લેડર એક્સ્ટ્રોફીની સર્જરી કરવામાં આવી. બાંગ્લાદેશના ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલ કચાશને અમદાવાદ સિવિલના પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા દૂર કરવામાં આવી અને સફળ સર્જરી કરી બાળકીને સ્વસ્થ કરવામાં આવી.

  સામાન્ય રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લેડર એક્સ્ટ્રોફીના ઓપરેશન તો અત્યાર સુધી ઘણી વખત થયા બ્લેડર એક્સ્ટ્રોફી 70 થી 80 હાજર બાળકોએ એક બાળકને થતો રોગ છે. એક એવી અવસ્થા છે જ્યાં બાળકને જન્મજાત પેશાબ, સંડાસ અને આંતરડાનો ભાગ ખુલો રહે છે અને બાળક પોતાના ઝાડા પેશાબ પર કંટ્રોલ કરી શકતો નથી અને ઝાડા પેશાબ સતત વહ્યા કરે છે. ત્યારે આવા બ્લેડર એક્સ્ટ્રોફીના બાળકોને સર્જરી કરી સ્વસ્થ કરવામાં આવે છે. અત્યાર સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા 112થી વધુ સર્જરીઓ કરવામાં આવી છે. ત્યારે આ બધા દર્દીઓ દેશના અલગ અલગ ખૂણેથી આવેલ હતા. જ્યારે હવે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગનો પ્રચાર પ્રસાર દેશ વિદેશ સુધી પહોંચ્યો છે. પરિણામે બાંગલાદેશની એક ત્રણ વર્ષની બાળકીની બ્લેડર એક્સ્ટ્રોફીની સર્જરી કાર્ય બાદ ચર્ચામાં આવી છે.

  સુપ્રિટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે, અત્યાર સુધી ભારતમાંથી બાળકો આવતા હતા પણ આ વર્ષે અમે એક નવું માઈલ સ્ટોન એચિવ કર્યું છે એમાં બાંગ્લા દેશના બાળકનું ઓપરેશન સફળતા પૂર્વક કર્યું છે.

  બાંગ્લાદેશના ઢાકામાં રહેતી આ બાળકીનું ઓપરેશન ઢાકામાં કરવામાં આવ્યું હતું, પરંતુ કદાચ ટેક્નોલોજી અને જાણકારીના અભાવે ઓપરેશન સફળ થયું નહોતું. સદનસીબે બાળકીના ફેમેલી ડોક્ટર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલની ભલામણ કરવામાં આવી. બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી, પરંતુ બાળકીનું અગાઉ એક વખત બ્લેડર એક્સ્ટ્રોફીનું ઓપરેશન થઇ ગયું હતું અને નિષ્ફળ રહ્યું હતું તેવા સંજોગોમાં ફરી એક વખત ઓપરેશન કરવું ખુબ મોટું રિસ્ક વાળું હતું ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગની ટીમ દ્વારા સફળ ઓપરેશન કર્યું અને બાળકીને હેમખેમ કરી પરંતુ હજી પણ બાળકીને ડોક્ટર્સની દેખરેખની જરૂર છે જેના માટે હવે પીડિયાટ્રિક સર્જન ડો.રાકેશ જોશી દ્વારા હવે બાંગ્લાદેશના ડોક્ટર્સને જાણકારી આપવામાં આવશે જે અનુરૂપ બાળકીની દેખરેખ રાખવામાં આવશે અને રૂટિન ચેકઅપ કરવામાં આવશે.

  પીડિયાટ્રિક સર્જન સિવિલ હોસ્પિટલ ડો.રાકેશ જોષીએ જણાવ્યું કે, જ્યારે પહેલો સર્જન કંઈપણ વસ્તુ કોઈપણ ઓપરેશન કરવાનું જ્યારે ફર્સ્ટ ચાન્સ હોય છે ત્યારે આજુબાજુના સ્ટ્રક્ચર આજુબાજુના જે ટિશ્યૂ તે હેલ્ધી હોય છે જ્યારે એક વખત ઓપરેશન થઇ જાય પેશાબની કોથળીને એક વખત છંછેડી દીધી હોય આજુબાજુના ટીશ્યુ ખાસ કરીને માસિકની જગ્યા ફીમેલમાં જોવા જઈએ તો અને મેલમાં જોવા જઈએ તો ઇન્દ્રિની જગ્યા આજુબાજુના જે પેરિટોનિયસ સ્ટ્રક્ચર છે આ બધી વસ્તુઓ જ્યારે ફરી વાર કરો ત્યારે એટલા બધા ચોંટી ગયા હોય છે જેને છુટા પાડતા પાડતા ઘણી વખત બે થી ત્રણ કલાક લાગે છે બીજી કે એક વખત પેશાબની કોથળીને હાથ લાગવો ટાંકા લઇ લીધા એ તૂટી ગયા એટલે પેશાબની કોથળી જે સંકોચાવવાની અને યુરિન પાસ કરવા માટે પ્રેસર ક્રિએટ કરવાનું જે ક્ષમતા હોય એ પણ ઓછી થઇ જતી હોય છે. બીજું જોવા જઈએ તો છોકરીના કેસમાં જે એની પેશાબની નળી કહેવાય તે સાઉ નાની કહેવાય દોઢ થી બે સેન્ટિમીટરની એ નળી ઓલરેડી એક વખત એમણે બનાવેલી તે તૂટી ગઈ તે જ્યારે ફરી બનાવવી પડે એ વધારે ડિફિકલ્ટ હોય છે કદાચ આ બાળક પહેલી વાર કર્યું હોય તો અઠવાડિયા પહેલા ઘરે મોકલી શકતા બીજી વાર કર્યું છે એટલે અમારે પણ કેરફૂલ રહેવું પડે છે.

  કુદરતે બાંગ્લાદેશની આ ત્રણ વર્ષની માસુમને જન્મજાત એક વિચિત્ર ખોટ આપવામાં આવી હતી. એક તો દીકરી અને ઉપરથી પેશાબનો ભાગ ખુલો પેશાબ પર કંટ્રોલ થાય નહિ અને અવિરત પેશાબ વહ્યા કરે. જેને લઈને બાળકીની માતા રાબિયા અખ્તર પણ ખુબ પરેશાન હતી. બાંગલાદેશમાં સારવાર કરાવી પરંતુ સફળ ન થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી. પણ સિવિલ હોસ્પિટલના પડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા સફળ ઓપરેશન કરી બાળકી અને તેના માતા રાબિયા અખ્તરનું દર્દ દૂર કર્યું છે ત્યારે હવે રાબિયા પણ અમદાવાદના ડૉક્ટર્સનો આભાર માને છે અને ડોક્ટર્સ દ્વારા ચમત્કાર કરવામાં આવ્યો હોવાનું કહી હર્ષથી આંખો ભીની કરી દે છે.

  બાળકીની માતા રાબિયા અખ્તરે જણાવ્યું કે, તે તો એક માં ને જ ખબર પડે કે બીજા બાળકોને દેખે અને સ્વસ્થ દેખે અને મારી બાળકીને આવી બીમારી તો ખુબ દર્દ થતું હતું. મારી દીકરી બીજી દીકરીઓ જેવી નહોતી ખુબ ખરાબ લાગતું હતું. આ ડોક્ટર્સે તો મારી દીકરીને નવું જીવન આપ્યું છે હવે હું ખુબ ખુશ છું.

  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાંગ્લાદેશની બાળકીનું બ્લેડર એક્સ્ટ્રોફીનું ઓપરેશન કરી એક નવો માઈલ સ્ટોન ઉભો કર્યો છે ત્યારે હવે વધતાજતા મેડિકલ ટુરિઝમને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર સજાગ થયું છે અને નવી તૈયાર થાનારી ઇમારતમાં પડિયાટ્રિક સર્જરી વિભાગને એક ખાસ અત્યાધુનિક વોર્ડ બનાવી મેડિકલ ટુરિઝમને વધુ વેગ મળે તેવી વ્યવસ્થા કરવાનું આશ્વાશન આપવામાં આવ્યું છે પરંતુ અહીં માનવું રહ્યું કે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા માત્ર સીવીલ હોસ્પિટલ નહિ પરંતુ દેશનું પણ નામ રોશન કર્યું છે.

  સ્ટોરી - હિમાંશુ વોરા
  Published by:kiran mehta
  First published:

  Tags: અમદાવાદ સિવિલ હોસ્પિટલ

  विज्ञापन
  विज्ञापन