Home /News /gujarat /

...ને અમદાવાદની એક સગીરાના પિતાના પગ તળેથી સરકી ગઈ જમીન!

...ને અમદાવાદની એક સગીરાના પિતાના પગ તળેથી સરકી ગઈ જમીન!

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના એક કેસમાં ઇન્ટાગ્રામ પર છોકરીના નામે એક સગીરા સાથે મિત્રતા કેળવી યુવકે તેના અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ મેળવી લીધા હતા.

    અમદાવાદઃ સોશિયલ મીડિયા પર મિત્રતા અને ત્યાર બાદ બ્લેકમેઇલિંગના અનેક કેસ દરરોજ સામે આવતા રહે છે. અમદાવાદના એક કેસમાં ઇન્ટાગ્રામ પર છોકરીના નામે એક સગીરા સાથે મિત્રતા કેળવી યુવકે તેના અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ મેળવી લીધા હતા. આ માટે તેણે એક વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું હતું. આખું પ્રકરણ ત્યારે સામે આવ્યું જ્યારે સગીરાના પિતાને વિદેશમાં રહેતા તેના એક મિત્રનો ફોન આવ્યો. મિત્રએ ફોન પર જે વાત કહી તે સાંભળીને તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે સગીરાના પિતાએ સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

    ઇન્ટાગ્રામ પર બે વર્ષ પહેલા સગીરાને મળી હતી એક રિક્વેસ્ટ

    વાડજમાં રહેતી એક સગીરાને બે વર્ષ પહેલા તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. આ રિક્વેસ્ટ એક છોકરી તરફથી આવી હતી. સામે કોઈ છોકરી હોવાનું માનીને સગીરાએ તે રિક્વેસ્ટ સ્વીકારી હતી. આ દરમિયાન રિક્વેસ્ટ મોકલનારે પોતાની ઓળખાણ એક બ્યુટિશિયન તરીકે આપી હતી. રિક્વેસ્ટ મોકલ્યા બાદ યુવકે છોકરીના નામે જ સગીરા સાથે વાતચીત કરવાનું ચાલું કર્યું હતું. બંનેએ મહિના સુધી ચેટિંગ પણ કર્યું હતું. આ દરમિયાન યુવકે સગીરાને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કર્યું હતું.

    સગીરાને નગ્ન તસવીરો મોકલવા કહ્યું

    યુવકે ધીમેધીમે સગીરાને વિશ્વાસમાં લઈને તેના ન્યૂડ ફોટોગ્રાફ્સ માંગ્યા હતા. સુંદર દેખાવા અને ફિટનેસ માટે તસવીરો જોવી જરૂરી હોવાના બહાના હેઠળ તેણે આ તસવીરો માંગી હતી. જોકે, સગીરાએ તસવીરો મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. આથી યુવકે તેને વિશ્વાસમાં લેવા કોઈ અન્ય મહિલાની નગ્ન તસવીરો પોતાની હોવાનું જણાવીને મોકલી હતી. યુવકની વાત પર વિશ્વાસ કરીને સગીરાએ તેને પોતાની અર્ધનગ્ન તસવીરો મોકલી હતી.

    નગ્ન તસવીરો બાદ નગ્ન વીડિયોની કરી માંગણી

    છોકરીની અર્ધનગ્ન તસવીરો મળી ગયા બાદ યુવકે પોતાનું પોત પ્રકાશ્યું હતું અને સગીરાને તેનો ન્યૂડ વીડિયો મોકલવાનું કહ્યું હતું. આ દરમિયાન તેણે એવી પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે તે કોઈ છોકરી નહીં પરંતુ છોકરો છે. સગીરાએ વીડિયો મોકલવાનો ઇન્કાર કરી દેતા યુવકે તેની અર્ધનગ્ન તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. અંતે કંટાળીને સગીરાએ તેને બ્લોક કરી દીધો હતો.

    સગીરાને પિતાને ફોન આવતા મામલો પ્રકાશમાં આવ્યો

    સગીરાએ બ્લોક કરી દીધા બાદ યુવકે અલગ અલગ આઈડીથી તેને વીડિયો મોકલવા માટે બ્લેકમેઇલ કરતો રહ્યો હતો. આ દરમિયાન સગીરાના પિતાને વિદેશમાં રહેતા તેના એક મિત્રનો ફોન આવ્યો હતો અને ઇન્ટાગ્રામ પર તેની દીકરીની તસવીરો હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ અંગેની વાતચીત તેની દીકરીને કરીને સમગ્ર હકીકત જાણી હતી. દીકરીએ કોઈ યુવકે બ્લેકમેઇલ કરતો હોવાનું જણાવતા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BLACKMAIL, Friend, Instagram, Picture, Social media, Vadaj, અમદાવાદ

    આગામી સમાચાર