Home /News /gujarat /

લો બોલો! ગાંધીનાં ગુજરાતમાં ભાજપ કાર્યકર માંગે છે દારુ વેચવાની સત્તાવાર પરવાનગી

લો બોલો! ગાંધીનાં ગુજરાતમાં ભાજપ કાર્યકર માંગે છે દારુ વેચવાની સત્તાવાર પરવાનગી

સત્તાધીશ પાર્ટી ભાજપનાં જ વડોદરા શહેરનાં એક કાર્યકરે દારૂ વેચવાની પરવાનગી માંગી લીધી છે

સત્તાધીશ પાર્ટી ભાજપનાં જ વડોદરા શહેરનાં એક કાર્યકરે દારૂ વેચવાની પરવાનગી માંગી લીધી છે

  અમદાવાદ: એક તરફ ગાંધીનું ગુજરાત દારૂબંધી માટે વિશ્વભરમાં વિખ્યાત છે. અહીં જાહેરમાં દારુ મળવું તો શું દારૂ વિશેની વાતો કરવાંથી પણ આસપાસનાં લોકોની આંખો ચાર થઇ જાય છે. તેવામાં સત્તાધીશ પાર્ટી ભાજપનાં જ વડોદરા શહેરનાં એક કાર્યકરે દારૂ વેચવાની પરવાનગી માંગી લીધી છે. આ વાત હવે કાર્યકરે દારૂનાં નશામાં કરી કે પછી સત્તાનાં નશામાં કરી નાખી છે તે તો કાર્યકર પોતે જ જાણે. પણ આ વાત મીડિયા સામે આવતા ભાજપનાં પ્રવક્તા ભરત પંડ્યાએ આખો મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. જેમાં તેમણે આ કાર્યકર વિરુદ્ધ તાત્કાલીક પગલાં લેવાની વાત કરી છે. તેમજ કહ્યું કે આ તો કાર્યકરનો પબ્લિસિટી સ્ટંટ પણ હોઇ શકે. પ્રદેશ પ્રમુખ ભરત પંડ્યાએ તો કાર્યકરે દારૂ વેચવાની પરવાનગી માંગવાની વાતને પબ્લિસિટી સ્ટંટ કહી પણ વિચારવામાં આવે તો સત્તાધીશ પાર્ટીનાં કાર્યકરને પબ્લિસિટી સ્ટંટ કરવાનું શું જરૂર પડે ?

  આજે એક તરફ ભાજપનાં કાર્યકરે વડોદરામાં દારુ વેચવાની પરવાનગી માંગી તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે ખુદ કબુલ્યુ કે તેમનાં સમાજનાં લોકો નાનો મોટો દારૂનો ધંધો કરતાં હશે. કોંગ્રેસનાં રાધનપુરનાં નેતા અલ્પેશ ઠાકોર જે ઠાકોર સમાજનાં અગ્રણી છે અને હવે કોંગ્રેસ નેતા પણ. તેઓ ભલે તેમનાં સમાજની કેટલીક બદીઓથી વાકેફ હોય પણ સત્ય વાત તો એ છે કે ગમે તેવી બંધીની વાત કરો પણ બંધ બારણે ગાંધીનાં ગુજરાતમાં દારુ તો વેચાય જ છે. જ્યાં ભાજપનો એક કાર્યકર બંધબારણે વેચાતા દારુને છડે ચોક વેચવા માટે પરવાનગી માંગે છે તો બીજી તરફ કોંગ્રેસ નેતા આ વાત સ્વિકારે છે કે તેમનાં સમાજનાં લોકો નાનો મટો દારુનો ધંધો કરતા હશે.

  વાત કરીએ અલ્પેશ ઠાકોરની દારૂબંધીની ઝુંબેશ વિશે તો તેઓ અનેક જગ્યાએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી ચુક્યા છે. અનેક વખત રાજ્યનાં જુદા જુદા વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અંગે સરકારે ચીમકી પણ આપી હતી. ક્ષત્રિય ઠાકોર સેનાનાં સ્થાપક અલ્પેશ ઠાકોરે આ સેના તૈયાર કરવા પાછળનો ઉદેશ્ય તેમના સમાજના લોકોને દારૂની કુટેવમાંથી મુક્તિ અપાવવાનો છે. આજે આટલા સમય બાદ પણ જ્યારે તેમને કહેવું પડે કે તેમના સમાજનાં લોકો નાનો મોટો દારુનો ધંધો કરતા હશે ત્યારે સવાલ થાય છે કે શું તેમનાં દ્વારા કરવામાં આવેલી દારૂબંધીની ઝુંબેશ સફળ થઇ રહી છે કે તે માત્ર દેખાડાપુર્તી જ ચાલુ છે?

  સમાજમાં દારૂનાં ધંધા અંગે અલ્પેશ ઠાકોરનાં શબ્દો
  "મારા સમાજના લોકો કદાચ નાનો મોટો દારૂનો ધંધો કરતા જ હશે, હું ના નથી કહેતો. પરંતુ આ લોકોને પકડાવવા માટે હું જ દોડું છું. હું સભાનતાપૂર્વક કહી રહ્યો છું. એમને રોકવા માટે, બંધ કરાવવા માટે એમને પકડાવવા માટે હું જ દોડું છું. અમારામાં જોવાની તાકાત નથી, એ તો કદાચ બે ચાર મહિના કે વર્ષ જેલમાં કાઢી લેશે પરંતુ તેના પરિવાર અને મારા સમાજનો વિકાસ કેવી રીતે થશે. અમને આ બધી ચિંતા હોવાને કારણે ગાળો ખાઇને, તેમના પગે પડીને પણ દારૂ બંધ કરાવવા નીકળીએ છીએ."
  Published by:Margi Pandya
  First published:

  Tags: BJP worker, Liquor Ban, Permission, Vadodra, અમદાવાદ, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन