Home /News /gujarat /પેટાચૂંટણીઃ વિધાનસભાની સાત બેઠક માટે ભાજપ આ ઉમેદવારોને મેદાનમાં ઉતાશે!

પેટાચૂંટણીઃ વિધાનસભાની સાત બેઠક માટે ભાજપ આ ઉમેદવારોને મેદાનમાં ઉતાશે!

અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીની તસવીર

આ બેઠક પર ટિકિટ મેળવા અત્યારથી જ ભાજપના નેતાઓમાં હોડ લાગેલી છે. ટિકિટ ઇચ્છુક નેતાઓ અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન આગળ પાછળ ફરતા જોવા મળ્યા હતા.

મયુર માંકડિયા, ગાંધીનગરઃ રાજ્યમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠક પર મહારાષ્ટની ચૂંટણીની સામાન્ય ચૂંટણીની સાથે જ પેટા ચૂંટણી થવા જઈ રહી છે. કલમ 370 દૂર થયા બાદ પ્રદેશ ભાજપ આ તમામ બેઠકોમાં પર જીત થવી નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ બેઠક પર ટિકિટ મેળવા અત્યારથી જ ભાજપના નેતાઓમાં હોડ લાગેલી છે. ટિકિટ ઇચ્છુક નેતાઓ અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન આગળ પાછળ ફરતા જોવા મળ્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 માંથી 26 બેઠકો પર જીત મેળવ્યા બાદ હવે ભાજપે પેટાચૂંટણીમાં પોતાનો પરચમ બુલંદ કરવા જઈ રહી છે. વિધાનસભાની થરાદ, રાધનપુર, ખેરાલુ,બાયડ,બાયડ,લુણાવાડા,મોરવાહડફ અને અમરાઈવાડી એમ સાત બેઠક પર પોતાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ સાત બેઠકોમાંથી ઉત્તર ગુજરાતની ચાર મહત્વની બેઠકો પર ભાજપએ મોટા માથાને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. જો બેઠક પ્રમાણેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલ લોકસભાની ચૂંટણી જીતા થરાદ બેઠકએ ખાલી પડેલી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક પર પૂર્વે રાજ્ય મંત્રી શંકર ચૌધરીને મેદાને ઉતારવાની તૈયારી પ્રદેશ ભાજપ કરી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે પરબત પટેલે પોતાના દીકરા શૈલેષ પટેલની ટિકિટ માટે દાવેદારી કરી છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપનારા અલ્પેશ ઠાકોરની ટિકિટ પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોરે તો રાધનપુર વિધાનસભામાં બુથની કામગીરી પણ ચાલુ કરી દીધી છે. તો અલ્પેશ ઠાકોરની આગળી પકડીને ભાજપમાં આવેલા બાયડના પૂર્વે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને અને ભાજપ શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વગાહીલને ટિકિટ આપવાનું મન બનાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ-રાજકોટમાં આઠ ઇંચ વરસાદ, આજી અને આજી-2 ઓવરફ્લો

એટલેકે ધવસિંહ ઝાલાની વિધાનસભા ટિકિટ કાપી તેમને બોર્ડ નિગમ આપવાની વાત હાલ પાર્ટીના આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે. જયારે પાટણ બેઠક પર થી લોકસભાની ચૂંટણી જીતનાર ભરતસિંહ ડાભીની ખાલી પડેલ ખેરાલુ વિધાસભામાં પૂર્વે ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ડાભી અને કનુભાઈ ડાભીએ દાવેદારી કરી રહ્યા છે. આમ ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ભાજપે આવનારી પેટા ચૂંટણીમાં ત્રણ મોટા ચહેરાઓ ઉતારી રહી છે.

અન્ય ત્રણ બેઠકની જો વાત કરવામાં આવે તો પંચમહાલ લોકસભા બેઠક પરથી જીત મેળવનાર રતનસિંહ રાઠોડની લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપના જિલ્લા પ્રમખ જે. પી. પટેલે દાવેદારી કરી છે. જયારે મોરવાહડફ વિધાનસભા બેઠક પર ભુપેન્દ્ર ખાતેનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રદ થતા તેમનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. એટલે કે આ બેઠક પર પૂર્વે ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને ભુપેન્દ્ર ખાતે સામે વર્ષે 2017ની ચૂંટણી હારનાર વિક્રમસિંહ ડિંડોરે દાવેદારી કરી છે. તેવીજ રીતે અમદાવાદ પૂર્વે બેઠક પર ચૂંટણી જીતનાર હસમુખ પટેલની અમરાઈવાડી બેઠક પર પાર્ટીમાં સૌથી વધુ દાવેદારો જોવા મળી રહ્યા છે. 30થી વધુ દાવેદારો આ બેઠક પર ટિકિટ મેળવા પોતા પોતાનું લોબિંગ ચાલુ કર્યું છે. જો તેના મુખ્ય નામોની વાત કરવામાં આવેતો ઋત્વિજ પટેલ, અસિત વોરા, અમુલ ભટ્ટ, પ્રવીણ દેસાઈએ દાવેદારી કરી છે.

આ પેટાચૂંટણીમાં સાતે સાત વિધાનસભા બેઠક પર જો ભાજપ જીત મેળવે તો વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ 100થી વધીને 107 થઇ જાય. આમ પણ વર્ષે 2020માં આવનારી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપ 3 બેઠકો જીતવા માંગે છે. ત્યારે આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર ધારાસભ્યોની સંખ્યા વધવાની શક્યતા જણાય રહી છે.



ઉત્તર ગુજરાતની ચાર બેઠકો :

થરાદ વિધાનસભા -શંકર ચૌધરી
રાધનપુર વિધાનસભા-અલ્પેશ ઠાકોર
બાયડ વિધાનસભા -મહેન્દ્રસિંહ વાઘેલા
ખેરાલુ વિધાનસભા-રમિલાદેસાઈ,રામસિંહ ડાભી,કનુભાઈ ડાભી
લુણાવાળા વિધાનસભા-જે પી પટેલ
મોરવાહડફ વિધાનસભા - વિક્રમસિંહ ડિંડોર અને નિમિષાબેન સુથાર
અમરાઈવાડી-30 થી વધુ દાવેદાર ઋત્વિજ પટેલ,અસિત વોરા,અમુલ ભટ્ટ,પ્રવીણ દેસાઈ કરી રહ્યા છે દાવેદારી
First published:

Tags: Assembly by election, Candidates, Shankar Chaudhari, અલ્પેશ ઠાકોર, ગાંધીનગર`, ગુજરાત, ભાજપ

विज्ञापन