Home /News /gujarat /ભાજપ વિદેશ મંત્રી એસ. જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલશે?

ભાજપ વિદેશ મંત્રી એસ. જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલશે?

ફાઇલ તસવીર

લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે.

  ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતમાંથી એક રાષ્ટ્રીય નેતાને રાજ્યસભામાં મોકલવાની સીલસીલો ભાજપા યથાવત રાખી શકે છે. આ પહેલા લાલકૃષ્ણ અડવાણી, સ્મૃતિ ઈરાની અરુણ જેટલી જેવા નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. હવે આ કડીમાં વર્તમાન વિદેશ મંત્રી એસ. જયશંકરનું નામ ઉમેરાઈ શકે છે.

  લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે. બંને નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. હવે તેમના રાજીનામા બાદ આ બંને બેઠક ખાલી પડી છે. આ બંને બેઠકો પર આગામી દિવસોમાં ફરીથી ચૂંટણી કરવી પડશે.

  ગુજરાતની જેમ અન્ય રાજ્યના રાજ્યસભાના સભ્યો પણ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હોવાથી આગામી દિવસોમાં રાજ્યસભાની આશરે સાત જેટલી બેઠક પર ચૂંટણી યોજાશે.

  બંને બેઠક જીતવા ભાજપની કવાયત

  લોકસભાની ચૂંટણી બાદ ખાલી પડેલી ગુજરાતની બંને બેઠકો જીતવા માટે ભાજપે કમર કસી છે. રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ માટે ભાજપા એવો દાવો અજમાવી શકે છે કે આગામી દિવસોમાં બંને બેઠક પર ચૂંટણી કરવાને બદલે પહેલા ફક્ત એક બેઠક માટે ચૂંટણી યોજવામાં આવે. સંખ્યાબળને ધ્યાનમાં રાખીએ તો એક બેઠક ભાજપા સરળતાથી જીતી શકે છે. બીજી બેઠક પર બે મહિના પછી ચૂંટણી યોજવામાં આવશે. આ બે માસ દરમિયાન બીજેપી બીજી બેઠક જીતવા માટે પણ જે જોડ અને તોડની રાજનીતિ કરવાની હશે તે કરી લેશે અને ગુજરાતની બંને બેઠકો પોતાના હસ્તગત કરી લેશે.

  ભાજપના સાંસદો ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

  ગત લોકસભાની ચૂંટણીમાં ચૂંટાઈને આવેલા ચાર ધારાસભ્યો છ જૂનના રોજ રાજીનામું આપશે. આ ધારાસભ્યોમાં ભરતસિંહ ડાભી (પાટણ), હસમુખ પટેલ (અમરાઈવાડી), પરબત પટેલ (થરાદ) અને રતનસિંહ રાઠોડ (લુણાવાડા)નો સમાવેશ થાય છે. ભરતસિંહ ડાભી (પાટણ), હસમુખ પટેલ (અમદાવાદ પૂર્વ), પરબત પટેલ (બનાસકાંઠા) અને રતનસિંહ (પંચમહાલ) બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Lok sabha election 2019, S Jaishankar, ભાજપ, રાજ્યસભા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन