Home /News /gujarat /

બીજેપી આજે જાહેર કરશે વિઝન ડોક્યુમેન્ટ, જેટલીની હાજરીમાં થશે જાહેરાત

બીજેપી આજે જાહેર કરશે વિઝન ડોક્યુમેન્ટ, જેટલીની હાજરીમાં થશે જાહેરાત

અરુણ જેટલી અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં બીજેપીના વિઝન ડોક્યુમેન્ટને જાહેર કરવામાં આવશે.

અરુણ જેટલી અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં બીજેપીના વિઝન ડોક્યુમેન્ટને જાહેર કરવામાં આવશે.

ગાંધીનગરઃ પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આજે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરશે. અરુણ જેટલી અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં બીજેપીના વિઝન ડોક્યુમેન્ટને જાહેર કરવામાં આવશે. બીજેપીના વિઝન ડોક્યુમેન્ટમાં યુવાઓથી લઈને વૃદ્ધો, વિવિધ ક્ષેત્રો તેમજ સમાજના જુદા-જુદા વર્ગો માટે વિવિધ યોજાનાઓ સમાવવામાં આવી છે.

નોંધનીય છે કે કોંગ્રેસે થોડા દિવસ પહેલા જ તેમનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ખેડૂતોને 18 કલાક વીજળીથી લઇને તેમના દેવા માફી સુધીની જાહેરાતો કરી હતી. ત્યારે જોવાનું રહ્યું કે ભાજપ પોતાના વિઝન ડોક્યુમેન્ટમાં સમાજના વિવિધ વર્ગોને આકર્ષવા માટે કેવી કેવી જાહેરાત કરે છે.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017

આગામી સમાચાર