ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને ગત રાત્રે 2 વાગ્યાની આસપાસ હાર્ટ એટેકનો હળવો હુમલો આવ્યો હતો. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અને હવે તેમની તબિયત સુધારા પર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપનાં ધંધુકાથી ભૂતપૂર્વ ધારાસભ્ય હાલમાં ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને ગત રાત્રે 2 વાગ્યે છાતીમાં દુખાવો થયો હતો જે બાદ તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાર બાદ ત્યાંથી તેમને એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ભરત પંડ્યાની ડો. તેજસ પટેલનાં માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ છે. ભરત પંડ્યાની એન્જ્યોપ્લાસ્ટી કરવામાં આવી છે અને તેમની તબિયત સુધારા પર છે. જોકે ભરત પંડ્યાને આગામી બે દિવસ સુધી અંડર ઓબ્ઝર્વેશન રાખવામા આવશે.
પ્રદીપ સિંહ જાડેજા અને નીતિન પટેલની પણ થઇ સર્જરી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને મોઢાનું કેન્સર થતાં સર્જરી કરવામાં આી હતી. બીજી તરફ ગુજરાતનાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પણ તાજેતરમાં મુંબઇ ખાતે ધુંટણી રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર