Home /News /gujarat /

કાપવો પડ્યો શક્તિમાનનો પગ, ભાજપના ધારાસભ્યની ધરપકડ

કાપવો પડ્યો શક્તિમાનનો પગ, ભાજપના ધારાસભ્યની ધરપકડ

#ભારતીય જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન પોલીસ બેડાના ઘોડા શકિતમાન પર લાકડી વડે હુમલો કરી પગ તોડી નાંખવાના આરોપમાં છેવટે ભાજપના ધારાસભ્ય ગણેશ જોશીની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ ઇજાગ્રસ્ત શક્તિમાનને ગંભીર ઇજા થતાં એનો પગ કાપવો પડ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
દહેરાદુન #ભારતીય જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન પોલીસ બેડાના ઘોડા શકિતમાન પર લાકડી વડે હુમલો કરી પગ તોડી નાંખવાના આરોપમાં છેવટે ભાજપના ધારાસભ્ય ગણેશ જોશીની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ ઇજાગ્રસ્ત શક્તિમાનને ગંભીર ઇજા થતાં એનો પગ કાપવો પડ્યો છે.

ભાજપના ધારાસભ્ય ગણેશ જોશી સામે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ગુનામાં ભાજપના જ વધુ એક કાર્યકરની પણ ધરપકડ કરી છે. પૂણેની એક ખાસ પશુચિકિત્સક ટીમે શક્તિમાનનું નિદાન કર્યું હતું અને એનો જીવ બચાવવા માટે છેવટે એનો ભાગી ગયેલો પગ કાપવાનો નિર્ણય લીધો હતો અને ઓપરેશન કરી પગ કાપવો પડ્યો હતો. ઓપરેશન બાદ શક્તિમાનને પશુ ચિકિત્સાલયમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

ઉત્તરાખંડમાં ત્રણ દિવસ પહેલા ભાજપના એક વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પ્રદર્શનકારીઓને અટકાવવા માટે ઘોડેસવાર પોલીસે પ્રયાસ કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા ભાજપના ધારાસભ્ય ગણેશ જોશી અને કાર્યકરોએ લાકડી વડે હુમલો કરી ઘોડા શક્તિમાનના પગ ભાંગી નાંખ્યા હતા.
First published:

Tags: ઉત્તરાખંડ, ગણેશ જોશી, ઘોડો, ધરપકડ, ધારાસભ્ય, ભાજપ, શક્તિમાન

આગામી સમાચાર