Home /News /gujarat /

ભાજપના શત્રુ ફરી વિવાદમાં, ટ્વિટ કરી કહ્યું-બ્લેક મની રોકવા નોટબંધી ખોટું પગલું

ભાજપના શત્રુ ફરી વિવાદમાં, ટ્વિટ કરી કહ્યું-બ્લેક મની રોકવા નોટબંધી ખોટું પગલું

નોટબંધીના નિર્ણય અંગે પીએમ નરેન્દ્ર મોદીને સુપર હીરો કહેનાર પટના સાહિબથી ભાજપના સાંસદ અને મશહુર અભિનેતા શત્રુધ્નસિંહાએ ફરી એકવાર ભાજપ અને મોદી સરકાર સામે નિશાન તાક્યું છે.

નોટબંધીના નિર્ણય અંગે પીએમ નરેન્દ્ર મોદીને સુપર હીરો કહેનાર પટના સાહિબથી ભાજપના સાંસદ અને મશહુર અભિનેતા શત્રુધ્નસિંહાએ ફરી એકવાર ભાજપ અને મોદી સરકાર સામે નિશાન તાક્યું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નોટબંધીના નિર્ણય અંગે પીએમ નરેન્દ્ર મોદીને સુપર હીરો કહેનાર પટના સાહિબથી ભાજપના સાંસદ અને મશહુર અભિનેતા શત્રુધ્નસિંહાએ ફરી એકવાર ભાજપ અને મોદી સરકાર સામે નિશાન તાક્યું છે.

શત્રુએ ટ્વિટ કરી નોટબંધી વિરૂધ્ધ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. ભાજપ સાંસદે આ વખતે બ્લેક મનીને મુદ્દો બનાવતાં કેન્દ્ર સરકારની જોરદાર ઝાટકણી કાઢી છે. બ્લેક મની અટકાવવા માટે નોટબંધીના પગલાને ખોટું ગણાવ્યું છે. શત્રધ્નએ ટ્વિટ કરી લખ્યું કે, આ માત્રને માત્ર પોતાના સ્વાર્થ માટે લેવાયેલું ખોટું પગલું છે જે તત્કાલ બંધ કરવું જોઇએ.

આ અંગે સરકારે પહેલા વિચારવું જોઇએ હતું કે જનતાને કેટલી પરેશાની થશે. આમ આદમીનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું કે, સરકારે વિચારવું જોઇએ કે આનાથી ગરીબ, પીડિત અને મહિલાઓને કેટલી પરેશાનીઓનો સામનો કરવો પડશે. એવામાં મતદાતાઓ કે જેમણે પોતાના વિશ્વાસ રૂપી મત સરકારને આપ્યા છે તો સરકારે એ લોકોનું દુ:ખ સમજવું જોઇએ, નહીં કે એમની પરેશાનીઓ વધારવી.

સરકારે વગર વિચાર્યે અચાનક આ નિર્ણય લીધો જે ખોટો છે. આજે લોકો એટીએમ અને બેંકો બહાર કામકાજ છોડીને લાઇનમાં ઉભા છે. આ કેવી રીતે બ્લેક મનીને અટકાવી લગામ લગાવી સિધ્ધિ મેળવવાની વાત છે.


First published:

Tags: ટ્વિટર, નોટબંધી, ભાજપ, મોદી સરકાર, શત્રુધ્નસિંહા, સાંસદ

આગામી સમાચાર