Home /News /gujarat /ભાજપના કૈલાશનું વિવાદીત નિવેદન, કહ્યું-બધા જાણે છે કે શશિ થરૂર મહિલાઓના શોખીન છે

ભાજપના કૈલાશનું વિવાદીત નિવેદન, કહ્યું-બધા જાણે છે કે શશિ થરૂર મહિલાઓના શોખીન છે

#વિવાદીત નિવેદનો માટે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે વધુ એક વિવાદીત નિવેદન કરી રાજકીય આગ ચાંપી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને મહિલાઓના શોખીન ગણાવ્યા છે.

#વિવાદીત નિવેદનો માટે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે વધુ એક વિવાદીત નિવેદન કરી રાજકીય આગ ચાંપી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને મહિલાઓના શોખીન ગણાવ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
    નવી દિલ્હી #વિવાદીત નિવેદનો માટે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે વધુ એક વિવાદીત નિવેદન કરી રાજકીય આગ ચાંપી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને મહિલાઓના શોખીન ગણાવ્યા છે.

    તેમણે હોળી મિલન સમારોહમાં પત્રકારો સાથે ચર્ચા કરતાં કહ્યું કે, શશિ થરૂર અંગે બધા જાણે છે કે, તે મહિલાઓના શોખીન છે. તેમને કન્હૈયામાં ભગતસિંહ દેખાય છે તો એ એમની માનસિકતાનું દેવાળું છે.

    ભાજપ નેતા વિજયવર્ગીયએ આ વાત ત્યારે કહી કે જ્યારે શશિ થરૂર દ્વારા જેએનયૂ છાત્ર અધ્યક્ષ કન્હૈયાની ભગતસિંહ સાથે સરખામણી કરવા અંગે સવાલ પુછવામાં આવ્યો હતો.

    વિજયવર્ગીયને કહ્યું હતું કે, કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટીઓ નેતૃત્વ વગરની થઇ રહી છે. આ પાર્ટીઓ પાસે ભીડ એકત્ર કરનારા નેતાઓ હવે રહ્યા નથી. એટલા માટે કન્હૈયા જેવા છોકરામાં એમને નેતા દેખાઇ રહ્યા છે. તો કૈલાશ વિજયવર્ગીયએ રાહુલ ગાંધી સામે નિશાન તાક્યુ અને કહ્યું કે એમને રાષ્ટ્રપ્રેમ શીખવા માટે ક્લાસ લેવાની જરૂર છે.
    First published:

    Tags: કન્હૈયા કુમાર, કૈલાશ વિજયવર્ગીય, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन