Home /News /gujarat /

PM માટે ખરાબ ભાષા વાપરવા બદલ ભાજપે મોઢવાડિયા સામે ECમાં કરી ફરિયાદ

PM માટે ખરાબ ભાષા વાપરવા બદલ ભાજપે મોઢવાડિયા સામે ECમાં કરી ફરિયાદ

અર્જુન મોઢવાડિયા (ફાઇલ તસવીર)

પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાઓને એર સ્ટ્રાઇક અને શહીદ જવાનોના નામે મત માંગવાની PM મોદીની અપીલ સામે અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી.

  મયુર માંકડિયા/ હિમાંશું વોરા, અમદાવાદ : દેશમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ચૂંટણી પંચને દરરોજ આચાર સંહિતા ભંગની અનેક ફરિયાદો મળતી રહી છે. ગુજરાત ભાજપે કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયા વિરુદ્ધ પીએમ મોદી માટે અશોભનીય અને બિનસંસદીય ભાષા વાપરવા બદલ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ અર્જુન મોઢવાડિયા તરફથી પણ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવી છે.

  અર્જુન મોઢવાડિયાની ફરિયાદ પ્રમાણે પીએમ મોદીએ પોતાના ચૂંટણી ભાષણમાં સેનાના જવાનો, પુલવામાં ઘટના અને એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાઓને તેમના નામ પર મતદાન કરવાની અપીલ કરી હતી. આ મામલે મોઢવાડિયાએ પીએમ મોદીએ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આપેલા ખાસ નિર્દેશ પ્રમાણે મત માંગવા માટે સેનાનો નામનો ઉપયોગ કરી શકાતો નથી.

  ભાજપે મોઢવાડિયા સામે કરી ફરિયાદ

  ભાજપે ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, "કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ બનાસકાંઠાના ડીસા ખાતે એક ચૂંટણી સભાને સંબોધતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અસંસદીય, ખરાબ અને અયોગ્ય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે દેશના વડાપ્રધાનને 'ગધેડા' સાથે સરખાવ્યા હતા. આ દેખીતી રીતે આચાર સંહિતાનો ભંગ છે."

  બીજેપીની ફરિયાદ પ્રમાણે , "મોઢવાડિયાએ ઉપયોગમાં લીધેલો શબ્દો ખૂબ ગંભીર અને ખરાબ છે. આ માટે ફક્ત ભારતીય જનતા પાર્ટી જ નહીં પરંતુ આખા રાષ્ટ્રની એવી માંગણી છે કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Arjun Modhwadia, Ec, Election commission, Lok Sabha Election, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन