Home /News /gujarat /ભાજપે બનાસકાંઠા, પોરબંદર અને પંચમહાલ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારો

ભાજપે બનાસકાંઠા, પોરબંદર અને પંચમહાલ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારો

રતનસિંહ, રમેશ ધડૂક, પરબત પટેલ

બનાસકાંઠા બેઠક ઉપરથી રાજ્ય કક્ષાના ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું, પોરબંદરથી વિઠ્ઠલ રાદડિયા અને પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણ પણ કપાયા.

ન્યૂઝ18 ગુજરાતી : ઉમેદવાર પસંદગીની કશ્મકશમાં આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વધુ ત્રણ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા બેઠક ઉપરથી પરબત પટેલ, પંચમહાલ બેઠક ઉપરથી રતનસિંહ અને પોરબંદર બેઠક ઉપરથી રમેશ ધડૂકનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

આ નામ જાહેર થતાની સાથે જ એ સ્પષ્ટ થઇ ગયું છે કે, બનાસકાંઠા બેઠક ઉપર કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું કપાઈ ગયું છે. હરિભાઈના સ્થાને ચૌધરી સમાજના જ પરબત પટેલને ટિકિટ અપાઈ છે. પરબત પટેલ હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે.

પંચમહાલથી હંમેશા ટિકિટની માંગ કરતા પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું પણ કપાઈ ગયું છે. આ સાથે પોરબંદર બેઠક ઉપર રમેશ ધડૂકનું નામ જાહેર કર્યું છે. કેટલાક સમય પૂર્વે કરોડોના ખર્ચે લગ્ન સમારંભ યોજીને રમેશ ધડુક ચર્ચામાં આવ્યા હતા તેવું લોકમુખે ચર્ચાય છે.

અત્યાર સુધી પાંચ સિટિંગ સાંસદોની ટિકિટ કપાઇ

ભાજપે અત્યાર સુધી 19 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ 19 બેઠકમાંથી ગાંધીનગર, સુરેન્દ્રનગર અને આજે જાહેર થયેલી ત્રણ બેઠક પર સિટિંગ  સાંસદોનો ટિકિટ નથી આપવમાં આવી.

ભાજપે અત્યાર સુધી જાહેર કરેલા ઉમેદવારની યાદી
નંબરબેઠકઉમેદવાર
1કચ્છવિનોદ ચાવડા
2સાબરકાંઠાદીપસિંહ રાઠોડ
3અમદાવાદ પશ્ચિમકિરીટ સોલંકી
4સુરેન્દ્રનગરમહેન્દ્ર મુંજપરા
5રાજકોટમોહન કુંડારિયા
6જામનગરપૂનમબેન માડમ
7અમરેલીનારણ કાછડિયા
8ભાવનગરભારતીબેન શિયાળ
9ખેડાદેવુસિંહ ચૌહાણ
10દાહોદજસવંતસિંહ ભાભોર
11ભરૂચમનસુખ વસાવા
12વડોદરારંજનબહેન ભટ્ટ
13બારડોલીપ્રભુ વસાવા
14નવસારીસી. આર. પાટીલ
15વલસાડકે. સી. પટેલ
16ગાંધીનગરઅમિત શાહ
17બનાસકાંઠાપરબત પટેલ
18પોરબંદરરમેશ ધડૂક
19પંચમહાલરતનસિંહ રાઠોડ
First published:

Tags: Candidates, General election 2019, Lok sabha election 2019, ભાજપ