Home /News /gujarat /

ભાજપે જાહેર કરેલી યાદીમાં કયા મુરતિયાને કયું ફેક્ટર નડશે?

ભાજપે જાહેર કરેલી યાદીમાં કયા મુરતિયાને કયું ફેક્ટર નડશે?

ભાજપની પહેલી યાદીમાં 70 સીટના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે, જેમાંથી 42 એવા નામ છે જેઓની કસોટી પહેલા તબક્કાની ચૂંટણીમાં થવાની છે, તો વળી 20થી વધુ સીટ પર કાંટાની ટક્કર જોવા મળશે.

ભાજપની પહેલી યાદીમાં 70 સીટના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે, જેમાંથી 42 એવા નામ છે જેઓની કસોટી પહેલા તબક્કાની ચૂંટણીમાં થવાની છે, તો વળી 20થી વધુ સીટ પર કાંટાની ટક્કર જોવા મળશે.

ગાંધીનગરઃ ભાજપની પહેલી યાદીમાં 70 સીટના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે, જેમાંથી 42 એવા નામ છે જેઓની કસોટી પહેલા તબક્કાની ચૂંટણીમાં થવાની છે, તો વળી 20થી વધુ સીટ પર કાંટાની ટક્કર જોવા મળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અનામત આંદોલનની ઇફેક્ટને ધ્યાનમાં રાખી સીટોની ફાળવણી કરાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. ભાજપ જ નહીં પરંતુ પાટીદારોની કસોટી પણ થવાની છે.

2017ની ચૂંટણી દરેક પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થવાની છે, જેમાં પક્ષ જ નહી પરંતુ પર્સનલ ઈમેજ પણ દાવે લાગી છે ત્યારે જોઈએ કે ભાજપે જાહેર કરેલી યાદીમાં કયા મુરતિયાને શું નડવાનું છે

દસક્રોઈ- બાબુભાઈ પટેલ
કયું ફેક્ટર નડશે? આંતરિક વિખવાદ

લીંબડી-કિરીટસિંહ રાણા
કયું ફેક્ટર નડશે? માલધારી-ભરવાડ સમાજ વચ્ચેની લડાઈ

જસદણ- ભરતભાઈ બોગરા
કયું ફેક્ટર નડશે? નવો ચહેરો

જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ
કયું ફેક્ટર નડશે? પક્ષ પલટો

જામ જોધપુર- ચિમનભાઈ સાપરિયા
કયું ફેક્ટર નડશે? પાટીદાર અનામત આંદોલનની અસર

ધારી- દિલીપભાઈ સંઘાણી
કયું ફેક્ટર નડશે? સીટ બદલાઈ (ધારીના ઘારાસભ્ય નલીન કોટડિયાની ટિકિટ કપાઈ જે અસર કરી શકે)

અમરેલી - બાવકુભાઈ ઉંધાડ
કયું ફેક્ટર નડશે? સીટ બદલાઈ

ગોધરા- સી.કે.રાઉલજી
કયું ફેક્ટર નડશે? પક્ષ પલટો (કોંગ્રેસમાંથી આવ્યા)

વડોદરા(સિટી) -મનિષાબહેન વકીલ
કયું ફેક્ટર નડશે? આંતરિક વિરોધ (શિક્ષક-2012માં ચૂંટણી પહેલી વકત લડ્યા અને જીત્યા )

ઓલપાડ- મુકેશભાઈ પટેલ
કયું ફેક્ટર નડશે? 1 લાખ મતદારો વધ્યા જેમાંથી 80 હજાર પાટીદારો

વરાછા- કુમારભાઈ કાનાણી
કયું ફેક્ટર નડશે? પાટીદાર આંદોલનની અસર ( આંદોલનનું એપી સેન્ટર )
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन