Home /News /gujarat /ગુજરાતના બેરોજગારીના આંકડા પર ફસાયા રાહુલ ગાંધી? વાઈરલ થયો વીડિયો

ગુજરાતના બેરોજગારીના આંકડા પર ફસાયા રાહુલ ગાંધી? વાઈરલ થયો વીડિયો

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ અલગ મુદ્દો પર કેન્દ્ર સરકારને ઘેરી રહ્યાં છે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ અલગ મુદ્દો પર કેન્દ્ર સરકારને ઘેરી રહ્યાં છે

    કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ અલગ મુદ્દો પર કેન્દ્ર સરકારને ઘેરી રહ્યાં છે.રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે ઘણા આક્ષેપો મુક્યાં છે જેમકે ખેડૂતોનું પાણી 5-6 ઉદ્યોગપતિઓને આપી દીધુ, ટાટા મોટર્સને ફાયદો કરાવ્યો પણ ખેડૂતોનું દેવુ માફ ન કર્યું જેમાં ખાસ કરીને યુવાનોની રોજગારીના આંકડા પર દરેક સભામાં રાહુલ ગાંધી જોરદાર વર્ષી રહ્યાં છે.

    રાહુલ ગાંધીના આ આરોપો સામે બીજેપીએ એક વીડિયો ટવિટર પર ટવિટ કર્યો  છે જેમાં  આરોપ છે કે રાહુલ ગાંધી ખોટી હકિકતો ગુજરાતની જનતા સામે મુકે છે. જેના માટે બીજેપી પાર્ટીએ એક વીડિયો જારી કર્યો છે.

    આ વીડિયોમાં બતાવાયું છે કે રાહુલ ગાંધીએ 24 નવેમ્બરના રોજ બે અલગ અલગ જગ્યાએ સભા સંબોધી હતી એક પોરબંદર અને બીજી અમદાવાદ. આ સભાના થોડા અંશો સંભળાવવામાં આવ્યાં છે જેમાં યુવાનોની રોજગારીના આંકડા જુદા-જુદા છે. પોરબંદરની જનસભાનો એક વીડિયો છે જેમાં રાહુલ કહી રહ્યાં છે કે ગુજરાતમાં 50 લાખ યુવકો બેરોજગાર છે. જ્યારે વીડિયોનો બીજો ભાગ અમદાવાદની જનસભાનો છે. જે એ જ તારીખનો છે જેમાં રાહુલ કહી રહ્યાં છે કે, ગુજરાતમાં 30 લાખ યુવકો બેરોજગાર છે.



    બીજેપીના આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવીયે આ વીડિયોને શેર કરતાં કહ્યું કે,'રાહુલ ગાંધી ગુજરાતમાં બેરોજગારીનો ખોટો આંકડો આપતા પક્ડાઈ ગયા છે. તેમણે થોડા જ કલાકમાં બેરોજગારીનો આંકડો 20 લાખ ઘટાડી દીધો. તે ઘણાં મુદ્દાઓ પર ખોટું બોલી રહ્યાં છે.'
    First published:

    Tags: Assembly election 2017, Congress Guarat, Gujarat Electioin 2017, રાહુલ ગાંધી

    विज्ञापन