Home /News /gujarat /

ભાજપે પેટાચૂંટણી માટે કોંગ્રેસ છોડી આવેલા ત્રણેય ધારાસભ્યને આપી ટિકિટ

ભાજપે પેટાચૂંટણી માટે કોંગ્રેસ છોડી આવેલા ત્રણેય ધારાસભ્યને આપી ટિકિટ

    ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. સાથે જ ભાજપે ગુજરાતમાં પાંચ વિધાનસભા સીટની પેટાચૂંટણી પૈકી ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે, આ ત્રણેય ઉમેદવારો જે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે તેઓને જ ટિકિટ આપી છે.

    વાત કરીએ ભાજપે જાહેર કરેલા પેટા ચૂંટણીના ઉણેદવારોની તો ભાજપે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ઉમેદવારોને જ ટિકિટ આપી છે. જેમાં જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ, ધ્રાંગધ્રામાં પરષોત્તમ સાબરિયા, માણાવદરમાં જવાહર ચાવડાનું નામ જાહેર કર્યું છે. દેશમાં લોકસભાની ચૂંટણી સાથે 34 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. આ પેટા ચૂંટણીમાં રાજ્યની પાંચ બેઠકોનો પણ સમાવેશ થાય છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ ભાજપે ગુજરાતના 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા, મોટાભાગના રીપિટ

    ગુજરાતની આ પાંચ બેઠકો પર પેટા ચૂંટણી

    ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ, રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ લોકસભા સાથે યોજાનાર પેટા ચૂંટણી માટે કરાયો છે. આ પાંચ બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી. આ બેઠકોમાં 21- ઉંજા અને 91- તાલાળા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકનો સમાવેશ થાય છે. તાલાળા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડને બાદ કરતાં તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાતા પેટાચૂંટણી યોજાશે. આ પાંચેય બેઠકો પર 23મી એપ્રિલે લોકસભાની પેટા ચૂંટણી સાથે જ મતદાન થશે.

    રાજ્યની 91-તાલાળા બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ભગવાન ભાઈ બારડનો વિજય થયો હતો. તાજેતરમાંજ ખનિજ ચોરીના કેસમાં કોર્ટ દ્વારા તેમને 2 વર્ષ અને 9 માસની સજા થતા તે નવા કાયદા મુજબ, ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા હતા. ભગવાન ભાઈ બારડને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કર્યા હતા. 21- ઉંજા બેઠક પર વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય આશા બહેન પટેલનો વિજય થયો હતો. આશા બહેન પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું સોપ્યું હતું.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Announce, Candidate List, Election 2019, Lok Sabha Election

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन