સેહજબ ખત્રી, છોટાઉદેપુર : ગુજરાતમાં કાતિલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને તમામ લોકોને માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે. જે લોકો દુકાનોમાં માસ્ક વગર બેઠા હોય કે રસ્તા ઉપર જતા વાહન ચાલકોએ માસ્ક ના પહેર્યું હોય તો 1000 રૂપિયાનો દંડ પોલીસ દ્વારા વસુલવામાં આવતો હોય છે. આવા સમયે છોટાઉદેપુરના DYSP નિયમોનો ભંગ કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
1 એપ્રિલના રોજ છોટાઉદેપુરના DYSP અશોક કટકડનો જન્મ દિવસ હતો. જન્મ દિવસની ઉજવણી DYSP કચેરીમાં જ કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ પણે જોવાઈ રહ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓ એ માસ્ક પણ પહેરેલ નથી.
સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે અને એક બીજાને કેક ખવડાવી રહ્યા છે. આ એ જ પોલીસ કર્મીઓ છે કે જે લોકોને નિયમોના ભંગ બદલ મસ મોટા દંડ ફટકારતા હોય છે અને કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે.
ત્યારે આ પોલીસકર્મીઓ પર સરકાર કે તેમના ઉપરના અધિકારીઓ શું પગલાં ભરે છે તે તરફ લોકોની નજર છે. શું કોવિડ નિયમોના ભંગ કરતા આવા અધિરીઓ ઉપર પગલાં ભરાશે તેવા અનેક સવાલોએ જોર પકડ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર