Home /News /gujarat /

અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જયપુરમાં વિમાનમાં બોમ્બની અફવા

અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જયપુરમાં વિમાનમાં બોમ્બની અફવા

પ્રતિકાત્મક તસવીર

    આજે સવારે અમદાવાદ ખાતે ઇન્ડિગોની ફ્લાઇટને બર્ડ હિટ થયું હતું. જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ ફ્લાઇટ અમદાવાદથી કોલકાતા જઈ રહી હતી. ફ્લાઇટ ટેક ઓફ થયાની પાંચથી સાત મિનિટમાં જ બર્ડ હિટ થવાને કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. બીજી તરફ આજે સવારે ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાના ધમકી ભર્યા ફોનને કારણે જયપુર એરપોર્ટ પર અફરા તફરી મચી ગઈ હતી.

    અમદાવાદ ખાતે પ્રવાસીઓનો હોબાળો

    મળી રહેલી માહિતી પ્રમાણે અમદાવાદથી કોલકાતા સુધીની ઇન્ડિગોની સીધી ફ્લાઇટ 6E 125એ સવારે 6.40 વાગ્યે કોલકાતા જવા માટે ટેક ઓફ કર્યું હતું. ટેક ઓફની પાંચ જ મિનિટમાં બર્ડ હિટને કારણે પાઇલટે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની મંજૂરી માંગી હતી. ફ્લાઇટે સહિસલામત અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. કોઇ મુસાફરને ઇજા પહોંચી નથી. ફ્લાઇટ કેન્સલ થયા બાદ ઇન્ડિગોએ મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. તમામ પ્રવાસીઓને બીજી ફ્લાઇટમાં કોલકાતા મોકલી દેવામાં આવ્યા હતા. ફ્લાઇટ મોડી થવાને કારણે પ્રવાસીઓએ હંગામો કર્યો હતો. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ઇન્ડિગોએ બેંગલુરુની ફ્લાઇટને કોલકાતા મોકલી આપતા બેંગલુરુ જવા માંગતા મુસાફરો ફસાઇ ગયા હતા.

    જયપુર એરપોર્ટ પર અફરા-તફરીનો માહોલ

    આજે સવારે જયપુર એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ફોન આવ્યા બાદ એરપોર્ટ પર અફરા તફરી મચી ગઈ હતી. સવારે 5.21 વાગ્યે એરપોર્ટને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે ઇન્ડિગોની ફ્લાઇટ 6E-218માં બોમ્બ મૂકવામાં આવ્યો છે. ધમકી બાદ એરપોર્ટ ખાતે ભયનો માહોલ જોવા મળ્યો હતો. મળી રહેલી માહિતી પ્રમાણે આ કોલ ગુડગાંવના એક કોલ સેન્ટરમાંથી કરવામાં આવ્યો હતો. મુંબઈના કોરિયોગ્રાફર મોહિત કુમારે આ ફોન કર્યો હોવાની કબૂલાત કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ahmedabad airport, Emergency landing, INDIGO, ફ્લાઇટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन