ગીતા મહેતા, ગાંધીનગર: રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકો નિમયીત અને સમયસર આવે તે માટે સરકારે નવી બાયોમેટ્રિક સિસ્ટમનો અમલ કર્યો છે. સરકારે બનાવેલી કાયઝાલા એપનો શિક્ષકો દ્વારા વિરોધ થતાં તમામના વિરોધ વચ્ચે રાજ્ય સરકારે શાળાઓમાં બાયોમેટ્રીક સિસ્ટમ દાખલ કરી છે. આ સિસ્ટમ દાખલ થતાં જ આશ્ચર્યજનક પરિણામો બહાર આવ્યા છે.
જાણીને નવાઇ લાગશે પણ રાજ્યમાં એવા કેટલાય શિક્ષકો છે ચાલુ નોકરીએ પાંચ-પાંચ વર્ષ સુધી રજા પર હોય.
બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં આવી એટલે શિક્ષણ વિભાગમાં ચાલતી વાસ્વવિક્તા સામે આવી રહી છે અને રાજ્યમાં વિદ્યાર્થીઓને કેમ વાંચતા-લખતા આવડતું નથી તેનું મૂળ હવે શોધી શકાશે. કેમ કે, શિક્ષકો શાળા જતા જ નથી, તો બાળકો ક્યાંથી ભણે ?
ન્યૂઝ18 ગુજરાતીએ આવા શિક્ષકોને મળવાની કોશિષ કરી કે, જેઓ શાળાએ જતા નથી પણ તેમણે કેમેરા સમક્ષ આવવાની ના પાડી.
શિક્ષણ સચિવ વિનોદ રાવે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “ પ્રાથમિક તબક્કે 16 શિક્શકોને કાયમી ડિસમિસ કરવામાં આવ્યા અને હજુ પણ આકરા પગલા લેવામાં આવશે અને આ પ્રક્રિયા ચાલશે,”.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાયોમેટ્રિક સિસ્ટમ દાખલ કર્યા પછી એ વાત ધ્યાન પર આવી કે, કેટલાયે શિક્ષકો નોકરી છોડીને જતા રહ્યાં છે પણ ચોપડા પર તેમનું નામ બોલાય છે. આથી, રાજ્યમાં કઇ શાળામાં કેટલા શિક્ષકોની ઘટ છે વગેરે વિગતોનું ચિત્ર સ્પષ્ટ થશે. આ ઉપરાંત, શિક્ષકોની શાળામાં હાજરી બાબતે બાયોમટ્રિક સિસ્ટમ સિવાય પણ શિક્ષકોનું લોકેશન જાણવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે,”.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર