
અમે તમારા જ ઘરમાં તમને મારવા આવી રહ્યા છીએ... આ ધમકી આઇએસઆઇએસના આતંકીઓએ એ શકિતશાળી દેશના શક્તિશાળી રાજનેતાને આપી છે કે જેનું નામ લેતા પહેલા દુનિયાના તાકાતવર દેશો પણ સો વાર વિચાર કરે છે. આ રાજનેતાઓ છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને વેટિકન સિટીના પોપ. હવે જોવાનું એ છે કે આ ધમકી માત્ર મીડિયામાં ચમકી રહેવા માટે છે કે પછી બગદાદીનો હુમલો કરવાનો કોઇ નવો પેંતરો છે.