Home /News /gujarat /આજના મોટા મુકાબલા : રૂપાની-ઇન્દ્રનીલ, અર્જુન-બાબુ, બાવકુ-ધાનાણી

આજના મોટા મુકાબલા : રૂપાની-ઇન્દ્રનીલ, અર્જુન-બાબુ, બાવકુ-ધાનાણી

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો રાજકોટ બેઠક પરનો પ્રભાવ જાણીતો છે. કોંગ્રેસ અને આ ચૂંટણીમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોમાં ઇન્દ્રનીલ સૌથી ધનવાન ઉમેદવાર છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો રાજકોટ બેઠક પરનો પ્રભાવ જાણીતો છે. કોંગ્રેસ અને આ ચૂંટણીમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોમાં ઇન્દ્રનીલ સૌથી ધનવાન ઉમેદવાર છે.

અમદાવાદ :  ખરાખરીનો જંગ બની રહેનારી આ ચૂંટણીમાં કેટલાક મોટા માથાઓ વચ્ચેની ટક્કર લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે આ ચૂંટણી કરો-યા મરોની સ્થિતિ સમાન બની રહેશે. રાજકોટ (પશ્ચિમ)બેઠક પરથી હુંકાર કરનારા કોંગ્રેસ ના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રૂપાણી સામે ફેંકેલો પડકાર ન માત્ર રાજકોટની જનતા માટે પરંતુ સમગ્ર રાજ્ય અને ખાસ કરીને ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે તેમ છે. કદાચ, આ કારણે જ વિજય રૂપાણીને વડોદરાની અકોટા બેઠક પરથી ચૂંટણી લાડવાવાની વાતો વહેતી થઇ હતી.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો રાજકોટ બેઠક પરનો પ્રભાવ જાણીતો છે. કોંગ્રેસ અને આ ચૂંટણીમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોમાં ઇન્દ્રનીલ સૌથી ધનવાન ઉમેદવાર છે. આ બેઠક પર રાજકોટની જનતા કઈ તરફ ઝુકે છે તે આવનારો સમય જ બતાવશે

આ ચૂંટણીમાં બીજી મહત્વની બેઠક છે : અમરેલી. કોંગ્રેસના યુવાનેતા અને હાર્દિકના મતે કોંગ્રેસમાંથી "મુખ્યમંત્રી" પદના મજબૂત દાવેદાર ગણાતા પરેશ ધાનાણી જુના કોંગ્રેસી અને ભાજપના સબળ નેતા બાવકુ ઉઘાડ સામે ટકરાશે। આ જંગ પણ ખરાખરીનો બની રહેશે.

પોરબંદર જિલ્લામાં પોરબંદર બેઠક પર સહુની નજર રહેશે। અહીં કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા સામે કોંગ્રેસ ના દિગ્ગજ અર્જુન મોઢવાડીયા ટકરાશે. બાબુભાઇ એ છેલ્લે સુધી ટિકિટ મેળવવા માટે વલખા માર્યા હતા એવું ચર્ચાતું હતું, જોકે આખરે તેઓ ભાજપ માંથી ટિકિટ મેળવવા સફળ થયા છે. આ બંને ઉમેદવારો મેર જ્ઞાતિના હોઈ, આ બેઠક પર પણ સહુની નજર રહેશે.

કોંગ્રેસ છોડીને ભાજપના માં જોડાયેલા જામનગર(ઉત્તર) બેઠકના ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજા સામે કેટલોક અસંતોષ જરુરુ છે. વળી, કોંગ્રેસ પરથી આહીર ઉમેદવાર જીવનભાઈ કુમ્ભારવાડીયાની ઉમેદવારી હોઈ, જામનગરના સ્થાનીય આહીર મતદારો કોંગ્રેસ તરફ વળે તેવું ચર્ચાઈ રહ્યું છે.

આ ઉપરાંત, ગોંડલ પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ની સામે અર્જુન ખટારીયા, તાલાલા બેઠક પરનો ભગવાન બારડ વિરુદ્ધ ગોવિંદ પરમાર, ધારી બેઠક પર દિલીપ સંઘાણી સામે કાકડિયા, દ્વારકા  બેઠક પરના ભાજપના જુના દિગ્ગજ પબુભા માણેક સામે મેરામણ ગોરીયા, માંડવી બેઠક પર શક્તિસિંહ ગોહિલની સામે ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા, સુરતની લીંબાયત બેઠક પર ભાજપના સંગીત પાટીલ વિરુદ્ધ રવિન્દ્ર પાટીલ, સુરતની મજૂરા બેઠક પર હર્ષ સંઘવી સામે કોંગ્રેસ ના અશોક કોઠારી, વરાછા બેઠક પર કોંગ્રેસ ના ધીરુ ગજેરા સામે કુમાર કાનાણી સહિતના મુકાબલાઓ ભારે રસાકસીભર્યા બની રહેશે.
First published:

Tags: Assembly election 2017, Gujarat assembly election 2017, Gujarat assembly polls 2017, Gujarat Election 2017, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन