Home /News /gujarat /

ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલે પુરાવા બંધ કરવાની અરજી હાઈકોર્ટમાં આપી

ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલે પુરાવા બંધ કરવાની અરજી હાઈકોર્ટમાં આપી

આ અરજીને હાઈકોર્ટે રેકર્ડ પર લઈને હવે પછીની સુનાવણી 23મી સપ્ટેમ્બર પર રાખી

આ અરજીને હાઈકોર્ટે રેકર્ડ પર લઈને હવે પછીની સુનાવણી 23મી સપ્ટેમ્બર પર રાખી

    સંજય જોશી, અમદાવાદ : રાજ્યના કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંની જીતને પડકારતી ઈલેક્શન પીટિશન અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં કરેલી છે. આ પિટિશનની આજની સુનાવણી દરમિયાન પ્રતીવાદી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં તરફથી સીનીયર એડવોકેટે તેમને વધુ સાક્ષીઓ તપાસવાના નહી હોવાની સાથે પુરાવા બંધ કરવાની અરજી હાઈકોર્ટમાં આપી હતી. આ અરજીને હાઈકોર્ટે રેકર્ડ પર લઈને હવે પછીની સુનાવણી 23મી સપ્ટેમ્બર પર રાખી છે.

    અરજદાર તરફથી કરાયેલી પિટિશનમાં અગાઉ ભુપેન્દ્રસિંહ ચુડાસમાં તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજુ કરાઈ હતી. ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેદ મિયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ પાતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. તેમની જુબાની પુર્ણ થતા તેમના તરફથી ક્યા સાક્ષી જુબાની આપશે તેનુ નામ આજે કોર્ટમાં આપવાનુ હતુ. જેમાં હવે ભુપેન્દ્રસિંહ ચુડાસમાં તરફથી તેમના વકીલે વધુ સાક્ષીઓ તપાસવાના નહી હોવાની સાથે પુરાવા બંધ કરવાની અરજી હાઈકોર્ટમાં આપી હતી.

    આ પણ વાંચો - નારાયણ સાંઇ દુષ્કર્મ કેસ: હાઇકોર્ટે નારાયણ સાંઈની અપીલ દાખલ કરી

    ઉલ્લખનીય છે કે ગત સુનાવણી દરમ્યાન હાઈકોર્ટમાં કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાને જુબાની દરમ્યાન મતગણતરીના કેટલાક સીસીટીવી ફુટેજ બતાવવામાં આવ્યા હતા. જેમાં વાઈટ શર્ટ વાળા વ્યકિતની શંકાસ્પદ ગતવિધિએ અંગે ભુપેન્દ્રસિંહને પુછાતા તેમણે કહ્યું કે શંકાસ્પદ વ્યકિત મારી ઓફિસના આસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી મહેતા સાહેબ છે. સીસીટીવી ફુટેજમાં વાઈટ શર્ટ પહેરલો વ્યકિત મત-ગણતરી કાર્યક્રમમાં શંકાસ્પદ પ્રવૃતિ કરતો નજરે પડે છે. ચુંટણી અધિકારી ધવલ જાનીને જ્યારે આ વ્યકિત વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કોર્ટને આ મુદે કોઈ જવાબ આપ્યો ન હતો. જ્યારે કાયદા પ્રધાને આ શંકાસ્પદ વ્યકિતને પોતાનો ઓફિસ આસિસટન્ટ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Bhupendra Sinh Chudasama, હાઇકોર્ટ

    આગામી સમાચાર