Gujarat Cabinet Reshuffle: ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના પાટીદારોનો દબદબો: 4 લેઉવા અને 3 કડવા પટેલનો સમાવેશ

ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી સહિત સાત પાટીદાર નેતા.

Patidar power in Gujarat government: ઉત્તર ગુજરાત (North Gujarat)માંથી એક પટેલ નેતા, દક્ષિણ ગુજરાતમાં 1 પટેલ, મધ્ય ગુજરાતમાં 1 પટેલ નેતા (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ) અને સૌરાષ્ટ્રમાંથી 4 પાટીદારોનો સમાવેશ થાય છે.

  • Share this:
    હિમાંશુ મકવાણા, અમદાવાદ: ફરી એકવાર સાબિત થયું કે ગુજરાતના રાજકારણમાં સમાજ અને જ્ઞાતિનું સમીકરણ કેટલું મહત્ત્વનું છે. શપથ લે તે પહેલા જે નામ સામે આવ્યા છે તે મુજબ દરેક ઝોનને સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળ (Bhupendra Patel cabinet)માં ભૂપેન્દ્ર પટેલ સહિત અત્યાર સુધીના લિસ્ટ પ્રમાણે 7 પટેલ (Patidar)નો સમાવેશ થાય છે. આ પટેલ નેતાઓમાં ઋષિકેશ પટેલ, વીનુ મોરડીયા, અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, જીતુ વાઘાણી, અને ખુદ ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.

    ઉત્તર ગુજરાત (North Gujarat)માંથી એક પટેલ નેતા, દક્ષિણ ગુજરાતમાં 1 પટેલ, મધ્ય ગુજરાતમાં 1 પટેલ નેતા (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ) અને સૌરાષ્ટ્રમાંથી 4 પાટીદારોનો સમાવેશ થાય છે. કુલ સાત નેતામાં 4 લેઉઆ પટેલ અને 3 કડવા પટેલનો સમાવેશ થાય છે. જ્યારે બે બ્રાહ્મણ રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) અને કનુ દેસાઈ (Kanubhai Desai)નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 7 ઓબીસી (OBC) સમાજના અને 4 આદિવાસી સમાજના નેતાઓનો સમાવેશ થાય છે. જૈન સમાજમાંથી 1 નેતા હર્ષ સંઘવી (Harsh Sanghvi)નો સમાવેશ થાય છે. જ્યારે બે મહિલા મનિષા વકીલ (Manisha Vakil) અને નિમિષા સુથાર (Nimisha Suthar)નો સમાવેશ થાય છે.

    કુલ 23 ધારાસભ્યો લેશે મંત્રીપદના શપથ, સીનિયર નેતાઓ કે અસંતુષ્ટ નેતાઓનો રોષ આખરે શાંત પડતા ઘીના ઠામમાં ઘી પડયું છે. ઝોન વાઈઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી સાત, મઘ્ય ગુજરાતમાંથી સાત, જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી સાત અને ઉત્તર ગુજરાતમાંથી 3 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    સરકારમાં પાટીદાર પાવર

    -અરવિંદ રૈયાણી - લેઉઆ પટેલ
    -જીતુ વાઘાણી- લેઉઆ પટેલ
    -વીનુ મોરડીયા- લેઉઆ પટેલ
    -રાઘવજી પટેલ-લેઉઆ પટેલ
    -ઋષિકેશ પટેલ- કડવા પટેલ
    -બ્રિજેશ મેરજા - કડવા પટેલ
    -ભૂપેન્દ્ર પટેલ- કડવા પટેલ (મુખ્યમંત્રી)

    બે મહિલાને સ્થાન:

    -મનિષા વકીલ
    -નિમિષા સુથાર

    કઈ જ્ઞાતિમાંથી કેટલા મંત્રી?

    પટેલ- 7 (મુખ્યમંત્રી સહિત)
    ક્ષત્રિય- 2
    ઓબીસી- 7
    SC- 2
    ST- 4
    જૈન- 1
    બ્રાહ્મણ- 2

    ઝોન પ્રમાણે:

    ઉત્તર ગુજરાત

    (1) ઋષીકેશ પટેલ ( વિસનગર) પટેલ
    (2) ગજેન્દ્ર પરમાર ( પ્રાંતિજ) ઓબીસી
    (3) કિરિટસિંહ વાઘેલા (કાંકરેજ) ક્ષત્રિય

    દક્ષિણ ગુજરાત

    (1) નરેશ પટેલ (ગણદેવી) ST
    (2) કનુ દેસાઈ (પારડી) બ્રહ્મણ
    (3) જીતુ ચૌધરી (કપરાડા) ST
    (4) હર્ષ સંઘવી (મજુરા) જૈન
    (5) મુકેશ પટેલ (ઓલપાડ) કોળી પટેલ
    (6) વીનુ મોરડીયા (કતારગામ) પટેલ
    (7) પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ) ઓબીસી

    સૌરાષ્ટ્ર

    (1) અરવિંદ રૈયાણી (રાજકોટ) પટેલ
    (2) રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય) પટેલ
    (3) બ્રિજેર મેરજા (મોરબી) પટેલ
    (4) દેવા માલમ (કેશોદ) કોળી
    (5) કિરીટસિંહ રાણા (લિંબડી) ક્ષત્રિય
    (6) આર.સી. મકવાણા (મહુવા, ભાવનગર) કોળી
    (7) જીતુ વાઘાણી: (ભાવનગર પશ્ચિમ) પટેલ

    મધ્ય ગુજરાત

    (1) જગદીશ પંચાલ (નિકોલ) ઓબીસી
    (2) નિમિષા સુથાર (મોરવા હડફ) ST
    (3) પ્રદિપ પરમાર (અસારવા) SC
    (4) અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ) ઓબીસી
    (5) કુબેર ડિંડોર (સંતરામપુર) ST
    (6) મનીષા વકીલ: (વડોદરા શહેર) SC
    (7) રાજેન્દ્ર ત્રિવેદી: (રાવપુરા) બ્રાહ્મણ
    Published by:Vinod Zankhaliya
    First published: