
જામનગરઃજામનાગર સહિત સમગ્ર ગુજરાતમા ભારે ગાજેલા રૂ. 100 કરોડના જમીન કૌભાંડના ભૂમાફિયા જયેશ પટેલને એલસીબી પોલીસએ જડપી લીધો હતો. જે વિસ્તારમાં જમીન કોભાંડ કરેલ તે વિસ્તારમાં લઈ જઇ ત્યાં ભૂમાફિયા જયેશ પટેલને પોલીસએ જાહેરમાં કૂકડો બનાવ્યો હતો. ઈવા પાર્ક ની જ્ગ્યા લઈ જઈ જાહેરમાં કાન પકડાવી ઊઠકબેઠક કરાવી હતી. ભૂમાફિયા જયેશ પટેલ એ જાહેરમાં લોકોની માફી મગાવી હતી.