Home /News /gujarat /

ભાવનગર: મેમણ બોર્ડિંગની જમીનને ગેરકાયદે ભાડે આપવાનો મામલો, ગુ. રાજ્ય વકફ બોર્ડે HCની ખંડપીઠમાં કરી અરજી

ભાવનગર: મેમણ બોર્ડિંગની જમીનને ગેરકાયદે ભાડે આપવાનો મામલો, ગુ. રાજ્ય વકફ બોર્ડે HCની ખંડપીઠમાં કરી અરજી

ભાવનગરમાં મેમણ બોર્ડિગની જમીનને ટ્રસ્ટીઓ દ્વારા ભાડે આપવાના કેસમાં સિંગલ જજના સ્ટેની સામે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે હાઈકોર્ટની ખંડપીઠમાં અરજી કરી છે. જેમાં અરજી કરવામાં થયેલા બે માસના વિલંબને અવગણવાની રજૂઆતને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# ભાવનગરમાં મેમણ બોર્ડિગની જમીનને ટ્રસ્ટીઓ દ્વારા ભાડે આપવાના કેસમાં સિંગલ જજના સ્ટેની સામે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે હાઈકોર્ટની ખંડપીઠમાં અરજી કરી છે. જેમાં અરજી કરવામાં થયેલા બે માસના વિલંબને અવગણવાની રજૂઆતને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે.

અરજીમાં અરજદારની રજૂઆત છે કે, મેમણ બોર્ડિંગના ટ્રસ્ટી દ્વારા જે નાણાકીય ગેરરિતીઓ આચરી છે તેમની સામે ફોજદારી પગલા લેવાની મંજૂરી આપો અને વકફ બોર્ડના બંધારણ મુજબ ટ્રસ્ટીની નિમણૂંક કરવાની મંજૂરી આપો. મહત્વનું છે કે, મેમણ બોર્ડિંગની રચના ભાવનગરના ભૂતપૂ્વ રાજવી કૃષ્ણસિંહજી અને શેઠ અબુ તૈયબ મેમણે કરેલી છે. જેમાં અભ્યાસ માટે મુસ્લિમ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.

આ બોર્ડિંગ શહેરની મધ્યમાં રહેલી છે. આ બોર્ડિંગની જમીન ટ્રસ્ટીઓ દ્વારા રોજના રૂ. 30,000ના ભાડાથી ભાડે આપવામાં આવી રહી છે, જો કે, આ રકમનો કોઈ હિસાબ નથી. આ અંગે, ગુજરાત વકફ બોર્ડે તપાસ માટે કમિટી બનાવી હતી. કમિટીનો મત છે કે, બોર્ડિંગના ટ્રસ્ટીઓએ નાણાકીય ગેરરિતી આચરી છે. જેની સામે ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટના સિંગલ જજે કમિટી સામે સ્ટે આપ્યો હતો.
First published:

Tags: અરજી, કેસ, જમીન, ભાવનગર, હાઈકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन