Home /News /gujarat /ભરૂચ ડબલ મર્ડર કેસઃઆરોપીઓને હત્યા માટે રૂ. પાંચ લાખ આપવામાં આવ્યા,ચાર્જશીટમાં દાઉદ ઈબ્રાહીમનું નામ નહીં
ભરૂચ ડબલ મર્ડર કેસઃઆરોપીઓને હત્યા માટે રૂ. પાંચ લાખ આપવામાં આવ્યા,ચાર્જશીટમાં દાઉદ ઈબ્રાહીમનું નામ નહીં
અમદાવાદઃભરૂચમાં થોડા સમય અગાઉ ગોળીઓ મારીને ભાજપના બે નેતાઓની કરપીણ હત્યા કરાયાના કેસમાં એનઆઇએ દ્વારા આરોપીઓ સામે બે દિવસ પહેલા કોર્ટમાં ચાર્જશીટ કરાઇ છે. ત્યારે અનેક ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે.નોંધનીય છે કે, આ મર્ડર કેસના તાર અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે જોડાયેલા છે. અને નીશાના પર હિન્દુ નેતાઓ હતો. શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીની હત્યા કરાઇ હતી.

એનઆઈએની ચાર્જશીટમાં ખુલાસા થયા છે જેમાં આરોપીઓને હત્યા માટે રૂ. પાંચ લાખ આપવામાં આવ્યા હતા. સુરતની ઉમા આંગડીયા પેઢીથી રૂ. પાંચ લાખ મળ્યા હતા. દુબઈથી હવાલા મારફતે નાણા અપાયા હતા.
એનઆઈએની ચાર્જશીટમાં દાઉદ ઈબ્રાહીમનું નામ નથી.ચાર્જશીટમાં દાઉદના સાગરિતનો ઉલ્લેખ કરાયો છે. મુખ્ય આરોપી તરીકે જાવેદ ચિકનાને દર્શાવ્યો છે.વધુમાં ખુલાસો કરાયો છે કે,ચાર નેતાઓ ટાર્ગેટમાં હતા. શિરીષ બંગાળીની રેકી થઇ હતી.પ્રજ્ઞેશ મિસ્ત્રીનું નામ ટાર્ગેટમાં હતુ નહીં.ઘટના સમયે પ્રજ્ઞેશ મિસ્ત્રીએ વિરોધ કર્યો એટલે હત્યા કરાઈ હતી.શિરીષ બંગાળી, વકીલ મોદી ટાર્ગેટમાં હતા.વિરલ દેસાઈ અને જયકર મહારાજ પણ ટાર્ગેટમાં હતા.જાવેદ ચિકનાએ સીમ કાર્ડ મોકલ્યા હતા.
ચાર્જશીટમાં ખુલાસો કરાયો છે કે,વર્ષ 2002ના કોમી તોફાનોનો બદલો લેવાનો ઈરાદો હતો.વર્ષ 2002માં સક્રિય રહેલા હિન્દુ નેતાઓ નિશાન પર હતા.વર્ષ 2002માં મુસ્લિમ વિરોધી નેતાઓ નિશાન પર હતા. જુલાઈ-2015થી ઓક્ટોબર-2015 વચ્ચે ષડયંત્ર રચાયુ હતું.
સ્થાનિક લોકોએ પણ સાથ આપ્યાનો ચાર્જશીટમાં ખુલાસો કરાયો છે.ઈનાયત પટેલ ઉર્ફે બાલા,મોહમ્મદ યુનુસ ઉર્ફે માંજરા,જાવેદ ચિકનાના ભાઈ આબિદ દાઉદ પટેલ,ઝાહીદ મિયાં ઉર્ફે જાઓ શેખ આ તમામ લોકો આતંકવાદ જેવી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે.