Home /News /gujarat /મતદાન બાદ ચાવડા અને ભરતસિંહે કહ્યું,'રાજ્યમાં 16 કરતાં વધુ બેઠકો જીતીશું'
મતદાન બાદ ચાવડા અને ભરતસિંહે કહ્યું,'રાજ્યમાં 16 કરતાં વધુ બેઠકો જીતીશું'
અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીની ફાઇલ તસવીર
કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખે આણંદ લોકસભા બેઠક પર મતદાન કર્યુ અને રાજ્યમાં કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો તો કોંગ્રેસ છોડી ગયેલા અલ્પેશ ઠાકોરે ઈમાનદાર સરકાર રચવા વોટ કરવાની અપીલ કરી.
ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ આણંદ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ રાજ્યમાં કોગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. બંને નેતાઓે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર છે. અમિત ચાવડાએ બોરસદ વિધાનસભામાં તો ભરતસિંહ સોલંકીએ આણંદ ખાતે મતદાન કર્યુ હતું. મતદાન બાદ બંને નેતાઓનું એક જ નિવેદન હતું કે રાજ્યમાં કોંગ્રેસ 16થી વધુ બેઠકો જીતશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું,' આજે દેશમાં લોકોએ ત્રીજા ચરણના મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાનનો પ્રારંભ કર્યો છે. રાજ્યમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, યુવાનો, વેપારીઓ ન્યાય મેળવવા માટે લોકતંત્ર બચાવવા માટે પરિવર્તન માટે મતદાન કરવા નીકળ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશમાં કોંગ્રેસની સરકાર બનશે અને ગુજરાતમાં પણ કોંગ્રેસ 16 કરતાં વધારે બેઠકો જીતશે.”
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આણંદ બેઠકના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આણંદ બેઠક પર લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે અને જે રીતે લોકો મતદાન કરી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ 16 કરતાં વધારે બેઠકો પર વિજય મેળવશે.
'ઈમાનદાર સરકાર રચવા મતદાન કરો' બીજી બાજુ રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ સચિવ અલ્પેશ ઠાકોરે પોતાના મત વિસ્તારમાં મતદાન કર્યુ હતું. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આજે હિટવેવની આગાહી છે પરંતુ તેની વચ્ચે પણ બહાર નીકળી અને મતદાન કરજો અને દેશમાં ઈમાનદાર અને વિકાસ કરે તેવી વિકાસશીલ સરકાર ચૂંટજો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર