કોંગ્રેસે અત્યાર સુધી પ્રથમ તબક્કાના ઉમેદવારની બે યાદી બહાર પાડી છે. કોંગ્રેસની યાદીને લઈને અનેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના નામોની જાહેરાત બાદ કોંગ્રેસે પાંચ જેટલી બેઠકો પર ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. જેને લઈને વિવાદ ઉભો થયો છે.
કોંગ્રેસે અત્યાર સુધી પ્રથમ તબક્કાના ઉમેદવારની બે યાદી બહાર પાડી છે. કોંગ્રેસની યાદીને લઈને અનેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના નામોની જાહેરાત બાદ કોંગ્રેસે પાંચ જેટલી બેઠકો પર ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. જેને લઈને વિવાદ ઉભો થયો છે.
ગાંધીનગરઃ કોંગ્રેસે અત્યાર સુધી પ્રથમ તબક્કાના ઉમેદવારની બે યાદી બહાર પાડી છે. કોંગ્રેસની યાદીને લઈને અનેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના નામોની જાહેરાત બાદ કોંગ્રેસે પાંચ જેટલી બેઠકો પર ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. જેને લઈને વિવાદ ઉભો થયો છે. વિવાદને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
રાહુલના ગુજરાત પ્રવાસને લઈને પણ થશે ચર્ચા
ભરતસિંહ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસને લઈને પણ ચર્ચા કરે તેવી પણ શક્યતા છે. રાહુલ ગાંધી આગામી 24 અને 25 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં 24 નવેમ્બરે રાહુલ ગાંધી પોરબંદરની મુલાકાત લેશે. 25 નવેમ્બરના રોજ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાત લેશે તેવી માહિતી મળી રહી છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી અત્યાર સુધી ચાર વખત ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. તેઓ અક્ષરધામ, દ્વારકા, જલારામ સહિતના મંદિરોની મુલાકાત લઈ ચુક્યા છે.
પાર્ટીમાં કોઈ નારાજ નથીઃ અશોક ગેહલોત
ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે આજે કહ્યું હતું કે, 'રાજ્યમાં ક્યાંય કોઈ વિરોધ નથી. બીજેપીમાં આગ લાગી છે. કોંગ્રેસ ચૂંટણી જીતીને રહેશે. પદ્માવતી ફિલ્મના વિરોધને લઈને બીજેપીની ચાલ છે. આનાથી જાતિવાદ વધે છે અને મતોનું ધ્રુવિકરણ થાય છે. પરંતુ આવું થવા દેવામાં આવશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોઈ ભાઈ, ભત્રીજા વાદ નહીં ચાલે. જે જીતશે પાર્ટી તેને મોકો આપશે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર