Home /News /gujarat /

'આજે કોંગ્રેસ સત્તામાં હોત તો પેટ્રોલ 40 અને ડીઝલ 32 રૂપિેયે મળતા હોત' :ભરતસિંહ સોલંકી

'આજે કોંગ્રેસ સત્તામાં હોત તો પેટ્રોલ 40 અને ડીઝલ 32 રૂપિેયે મળતા હોત' :ભરતસિંહ સોલંકી

અમદાવાદઃભાજપે જે મુદ્દાને લઇને કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરી છે તે મોંઘવારી 100 દિવસમાં ડામવાનો વાયદો, પાંગળો સાબિત થયો છે. બે વર્ષ સુધી રાહ જોયા બાદ કોંગ્રેસ મોંઘવારીના મુદ્દે ભાજપ સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઇ રહી છે. 23મી જૂનથી એક સપ્તાહ સુધી સતત વિવિધ મુદ્દાઓને લઇને રાજ્યભરમાં કોંગ્રેસ ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.ક્યાંક પૂતળા દહન ક્યાંક લાઈટ બિલ ની હોળી ક્યાંક સાયકલ અને બળદ ગાડા રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

વધતી જતી મોંઘવારી મામલે પ્રદેશ પ્રમુખ ભારત સિંહ સોલંકી એ મોદી સરકાર અને આનંદીબેન પર પ્રહાર કરતા જણાવ્યું જતું કે વધતી જતી 'મોંઘવારીમાં આનંદીબેનને કેમ આનંદ આવે છે તે સમજાતુ નથી'સાથે જ પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવ પર પણ જણાવ્યું  કે 'આજે કોંગ્રેસ સત્તામાં હોત તો પેટ્રોલ 40 અને ડીઝલ 32 રૂપિેયે મળતા હોત' તેમજ  'તેમજ આજે ક્રૂ઼ડ ઓઈલના ભાવ તળિયે હોવા છતાં પેટ્રોલ-ડીઝલ મોંઘા છે.

ચૂંટણી સમયે મોદી સરકારે અનેક વચનો આપ્યા સાથે જ ચૂંટણી સમયે મોદી સરકારે જે વચન આપ્યા હતા તે તમામ વચન ભૂલી સરકાર એ જેણે મત આપ્યા તેના પેટ પર લાત મારી છે '.સાથે જ શંકરસિંહ વાઘેલાએ પણ fdi ના મુદ્દે અને અરુણ જેટલી મુદ્દે સરકાર પર  પ્રહાર કર્યા હતા.

23મી જૂને શાકભાજીના ભાવમાં વધારા સામે મહિલા કોંગ્રેસ શાકમાર્કેટમાં વિરોધ વ્યક્ત કરશે. 24મી જૂને શિક્ષણમાં ફી વધારાના નામે ઝીંકાયેલા ભાવ વધારા મુદ્દે યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી પર NSUI દ્વારા આક્રમક વિરોધ કરાશે. તો 25મી જૂને ખાદ્યતેલમાં ભાવ વધારા સામે મહિલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ અનાજ અને તેલ બજારમાં વિરોધ પ્રદર્શન કરશે. 26મી જૂને મોંઘવારીના પૂતળાનું દહન યુથ કોંગ્રેસ દ્વારા કરાશે. તો 27મી જૂને પેટ્રોલ પંપ સામે પ્લે કાર્ડ અને હેન્ડ બીલનું વિતરણ કરીને વોર્ડ સમિતી અને તાલુકા સમિતી વિરોધ વ્યક્ત કરશે. 28મી જૂને વિજળી અને ખાતર સહિતની ચીજ-વસ્તુઓમાં ભાવ વધારાને લઇને વીજ સહિતના બિલોની હોળી કરાશે. તો મોંઘવારી વિરોધ સપ્તાહના અંતિમ દિવસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સહિતની પ્રદેશ નેતાગીરી કોંગ્રેસ ભવનથી ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે ઇંઘણનો ઉપયોગ ન થતાં હોય તેવા વાહનો સાયકલ, બળદગાડા, ઉંટગાડી તથા ઘોડાગાડી સહિતના વાહનોમાં વિશાળ રેલીમાં યોજી વિરોધ વ્યક્ત કરશે.

વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જેટલી અને મોદી પર વાકબાણ છોડતા કહ્યું કે વકીલના હાથમાં અર્થતંત્ર છે અને ચા વેચવા વાળો દેશ ચલાવે છે.એટલે કે કેબીનેટમાં કોઇ અર્થતંત્રના જાણકાર નથી માટે મોંઘવારીએ માઝા મૂકી છે.

શંકરસિંહે ભાજપ પર વાર કર્યો કે સંગ્રહખોરો અને વચેટીયાઓ ભાજપના મળતીયાઓ હોવાથી સંગ્રહખોરી અને મોંઘવારી વધી છે. તો રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હાલમાં દાળ ડ્રાયફ્રુટ સાથે અને ટામેટા સફરજન સાથે કિંમતમાં સ્પર્ધામાં હોય તેમ લાગે છે. કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્ષમાં મે માસમાં 7.55 ટકા અને હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્ષમાં 12.9 ટકાએ પહોચ્યો છે. જેના કારણે સામાન્ય લોકો માટે આવક અને ખર્ચના છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે.
First published:

Tags: કેન્દ્ર સરકાર, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, પેટ્રોલ, ભરતસિંહ સોલંકી, મોંઘવારી વિરોધ, શાકભાજી

આગામી સમાચાર