Home /News /gujarat /ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવતા ભગા બારડ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવતા ભગા બારડ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

ભાગવાન બારડની ફાઇલ તસવીર

હાઇકોર્ટે અરજી રદ કરતાં ભગા બારડે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે

ન્યૂઝ18 ગુજરાતી: બુધવારે ગુજરાત હાઇકોર્ટે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણી રદ કરવાની અરજી ફગાવી હતી. જે બાદ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટે અરજી રદ કરતાં ભગા બારડે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

જ્યારે સુપ્રીમ કોર્ટ ભગા બારડની અરજી પર સુનાવણી હાથ ધરશે. તેમણે તાલાલા વિધાનસભા પેટાચૂંટણી પર સ્ટેની માગ કરી છે. ભાગ બારડ કોઇપણ રીતે સમગ્ર મામલે પાછી પાની કરવા માગતા નથી.

ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે તમની અરજી રદ કરતાં કહ્યું હતું કે, તેમની સજા પર હાલ કોઇ સ્ટે નથી અને તેઓ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરે છે. સાથે જ ચૂંટણી પંચના નિર્ણયમાં કોર્ટ કોઇ હસ્તક્ષેપ કરવા નથી માગતી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ આજથી રાજ્યમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

ભગવાન બારડ સામે કેસમાં સ્ટે હોવા છતાં તાલાલા બેઠક માટે જાહેરનામું બહાર પાડવા મામલે સોમવારે ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવતા આ મામલે સોગંદનામું રજૂ કરવાનું કહ્યું હતું. મંગળવારે ચૂંટણી પંચ તરફથી આ મામલે જવાબ રજુ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે આ મામલે દલીલ કરી હતી કે વિધાનસભાના સ્પીકર કોઈ નિર્ણય કરે છે ત્યારે તેના નિર્ણયનો રિવ્યૂ કરવાનું કામ ચૂંટણી પંચનું નથી. જ્યારે બુધવારે ભગા બારડની અરજી રદ કરવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
First published:

Tags: Bhagvan Barad, By election, Supreme Court, Suspension, Talala, અરજી

विज्ञापन