Home /News /gujarat /

ગીતાના પાઠ વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તે માટે રાજ્ય શાળા સંચાલક મંડળે સરકારને કર્યા આ સૂચનો

ગીતાના પાઠ વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તે માટે રાજ્ય શાળા સંચાલક મંડળે સરકારને કર્યા આ સૂચનો

હવેથી ધોરણ 6થી 12ના વિધાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે.

Gujarat Education: વિધાર્થીઓ સમજી શકે તે માટે પાઠ્ય પુસ્તક મંડળે પુસ્તકો તૈયાર કરવા પડશે.

અમદાવાદ: સરકાર (Gujarat Government) દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી ધો. ૬થી ૧૨માં ભગવદ્દ ગીતાના (Bhagavad Gita) પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. જે મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે રાજ્યના શાળા સંચાલક મંડળએ પણ સરકારના આ નિર્ણયનો આવકાર કર્યો છે. પરંતુ સાથે સાથે પોતાની માંગ રજૂ કરી સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે. જેમાં મુખ્ય રજુઆત કરાઈ છે કે, ગીતાના પાઠ ભણાવવા માટેના પુસ્તકોમાં કથા પ્રમાણે ચિત્ર પણ મુકવામાં આવે જેથી વિધાર્થીઓ સરળ રીતે એ અભ્યાસ ગ્રહણ કરી શકે.

હાલમાં જ સરકાર દ્વારા બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા. જેમાં ધોરણ 1અને 2માં અંગ્રેજી વિષય ભણાવવો. હવેથી ધોરણ 6થી 12ના વિધાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્ય શાળા સંચાલક મંડળએ મામલે કેટલાક સૂચનો સરકારને જાહેર કર્યા છે.

આ પણ વાંચો - ભાજપનો મોટો દાવો, 'હાલના કોંગ્રેસ અધ્યક્ષે પણ ભૂતકાળમાં ભાજપનો સંપર્ક કર્યો હતો'

શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ જણાવે છે કે, સરકાર દ્વારા લેવાયેલો સૌથી મોટો અને મહત્વનો નિર્ણય છે. ભગવદ્દ ગીતાને અમે કોઈ ધાર્મિક પુસ્તક તરીકે નથી જોતા. એ મોરલ વેલ્યુસની પુસ્તક છે. જ્યારે નૈતિકતાના પાઠ ભણાવવાની વાત હોય ત્યારે સંદર્ભ કોઈપણ ધાર્મિક પુસ્તક ગીતા, કુરાન, બાઇબલમાંથી પણ લઈ શકાય. સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષા પત્રિમાંથી પણ નૈતિકતાનો સંદર્ભ લઈ શકાય. ભગવદ્દ ગીતા એક પુસ્તક છે જેના અલગ અલગ ટોપિક છે કે, જુઠઠું ન બોલવું, સાચું બોલવું, મદદરૂપ થવું, વૃધ્ધોની મદદ કરવી આ બધી બાબતો અંગ્રેજોએ 1935માં અમલ કર્યો હતો. સૌથી પહેલા મુંબઈ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઇ. ત્યાં મોરલ વેલ્યુઝના પાઠ ભણાવવામાં આવતા હતા અને અઠવાડિયામાં ચાર પિરિયડ ભણાવવામાં આવતા હતા.

આ પણ વાંચો - રાજકોટ: બોર્ડની પરીક્ષા પહેલા જ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, માતાપિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

આજે  પણ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોરલ વેલ્યુસના પાઠ ભણાવવામાં આવે છે જેના આધારે સમાજમાં ઘડતરરૂપ ભૂમિકા ભજવી શકે તે રીતે ભણાવવામાં આવે છે. આ નિર્ણયને સંચાલક મંડળ આવકારએ શાળા છે પણ કેટલાક સૂચનો સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ મુક્યાં છે. સરકાર પાસે હજુ સમય છે.  ભાગવત ગીતા વિદ્યાર્થીઓને સરળ ભાષામાં અને ચિત્ર સ્ટોરીના ભાગરૂપે પ્રસ્તુત કરવામાં આવે તેવી માંગ કરી છે.  આ માટે પાઠ્ય પુસ્તક મંડળે પુસ્તકો તૈયાર કરવા પડશે. સાથે આ અંગે શિક્ષકોને પણ તાલીમ અપાય તેવી માંગ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર