Home /News /gujarat /હિટવેવથી રહેજો સાવધાન : જાણો આગ ઝરતી ગરમીમાં ધ્યાન નહિ રાખો તો આ બીમારીઓ લેશે ભરડામાં

હિટવેવથી રહેજો સાવધાન : જાણો આગ ઝરતી ગરમીમાં ધ્યાન નહિ રાખો તો આ બીમારીઓ લેશે ભરડામાં

ગરમીથી લોકો પરેશાન

Heat Wave in Ahmedabad: બજારમાં વેંચતા પ્રદુષિત પીણાં અને પ્રદુષિત ખોરાક ખાતા ચેતજો નહિ તો ઝાડા ઉલ્ટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરા જેવા પાણીજન્ય રોગ તમને ભરડામાં લઈ લેશે. જાણીતા સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે હાલમાં ઝાડા ઉલ્ટીનાં કેસમાં 10થી 15 ટકાનો વધારો છે. ઉનાળામાં પાણી તેમજ લીંબુ શરબત, શિકનજી પીવું જોઈએ પણ સાથે સાથે લોકોએ એ પીતા પહેલા એ ધ્યાન રાખવું જોઈએ કે એ હાઇઝેનિક છે કે નહીં.

વધુ જુઓ ...
અમદાવાદ, ઉનાળાના પ્રારંભથી જ આ વખતે આગ ઝરતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને આંબી ગયો છે. અને હવામાન વિભાગે પણ હજુ 24 કલાક હિટવેવ યથાવત રહેવાની આગાહી કરી છે. જોકે આવી કાળઝાળ ગરમીમાં સાવધાન રહેજો. નહિ તો ઝાડા ઉલ્ટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરા જેવી બીમારીઓ તમને ભરડામાં લઈ શકે છે ગરમીમાં ફૂડ પોઇઝનીગની ઘટના પણ બનતી હોય છે ત્યારે ડોકટર્સ પણ હાઇઝેનિક ફૂડ ખાવાની સલાહ આપી રહ્યા છે.

દર વર્ષ કરતા આ વર્ષનો ઉનાળો આકરો છે. ગરમીએ તેના તેવર સિઝનની શરૂઆતમાં જ બતાવી દીધા છે. અને હવામાન વિભાગ પણ ઉનાળાની શરૂઆતથી જ હિટવેવની આગાહી કરી રહ્યું છે. હાલ અમદાવાદીઓ 44 ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા છે. જોકે આ ગરમીથી બચવા માટે ડોકટર્સ વધુને વધુ પાણી પીવાની સલાહ આપતા હોય છે.

આ પણ વાંચો-ધોરણ 10નું પેપર લિક: સોશિયલ મીડિયા પર હિન્દીનું સોલ્વ કરેલું પેપર થયું વાયરલ

બજારમાં વેંચતા પ્રદુષિત પીણાં અને પ્રદુષિત ખોરાક ખાતા ચેતજો નહિ તો ઝાડા ઉલ્ટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરા જેવા પાણીજન્ય રોગ તમને ભરડામાં લઈ લેશે. જાણીતા સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે હાલમાં ઝાડા ઉલ્ટીનાં કેસમાં 10થી 15 ટકાનો વધારો છે. ઉનાળામાં પાણી તેમજ લીંબુ શરબત, શિકનજી પીવું જોઈએ પણ સાથે સાથે લોકોએ એ પીતા પહેલા એ ધ્યાન રાખવું જોઈએ કે એ હાઇઝેનિક છે કે નહીં.

બજારમાં વેંચતા શેરડીના રસ, શિકનજી તેમજ તેના માટે વપરાતા પાણી અને બરફમાં શુદ્ધતા નહિ હોય તો પાણીજન્ય રોગો થઈ શકે છે. તેવી જ રીતે ઉનાળામાં ફ્રુટ ખાવા જોઈએ. પણ તે સાફ ધોઈ સ્વચ્છ કરીને ખાવા જોઈએ.
" isDesktop="true" id="1197513" >

બજારમાં વેંચતા કાપેલા ફળો ખાવા ન જોઈએ. તેવી જ રીતે ખોરાક ખાવાની બાબતમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. બજારમાં વેંચતા ખોરાક ન ખાવો જોઈએ. કારણ કે બહાર રાખેલો ખુલ્લો ખોરાક ગરમીના કારણે ખરાબ થઈ ગયો હશે તો તેનાથી પણ ટાઇફોઇડ, કમળો  જેવી બીમારી થઈ શકે છે. એટલે ગરમીમાં ખાવાની બાબતમાં અને ઠંડા પીણાં પીવાની બાબતમાં કાળજી રાખવી જરૂરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad Weather, April weather, Heat wave, Record High heat

विज्ञापन
विज्ञापन