Home /News /gujarat /

ઉત્તરાખંડના રાજકીય સંકટ વચ્ચે ભાજપના ધારાસભ્યો રાજસ્થાનના પ્રવાસે

ઉત્તરાખંડના રાજકીય સંકટ વચ્ચે ભાજપના ધારાસભ્યો રાજસ્થાનના પ્રવાસે

#ઉત્તરાખંડમાં સર્જાયેલી રાજકીય સ્થિતિને લઇને ભાજપ કોંગ્રેસ બંને છાવણીઓમાં તડજોડના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે ભાજપના ધારાસભ્યો આવી સ્થિતિમાં રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા છે. જયપુરમાં મોજશોખ બાદ તેઓ પુષ્કર આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉત્તરાખંડમાં સર્જાયેલી રાજકીય સ્થિતિને લઇને ભાજપ કોંગ્રેસ બંને છાવણીઓમાં તડજોડના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે ભાજપના ધારાસભ્યો આવી સ્થિતિમાં રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા છે. જયપુરમાં મોજશોખ બાદ તેઓ પુષ્કર આવ્યા છે.

ઉત્તરાખંડમાં રાજકીય કાવાદાવા વચ્ચે ભાજપના ધારાસભ્યો જાણે કે રજાઓનો આનંદ લઇ રહ્યા છે. એક સપ્તાહથી દિલ્હી અને જયપુર ફર્યા બાદ ભાજપના ધારાસભ્યો આજે પુષ્કર આવી પહોંચ્યા હતા. અહીં આવી તેમણે ભગવાન બ્રહ્માના મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાંથી તેઓ પવિત્ર સરોવર કુર્માચલ ઘાટ પર પૂજા અર્ચના કરશે.

જાણવા મળેલી વિગતો મુજબ શુક્રવારે તમામ ધારાસભ્યો જયપુરથી લકઝરી બસ દ્વારા જયપુર જવા માટે રવાના થયા હતા. પુષ્કરની આ યાત્રામાં ભાજપના ધારાસભ્યો એકલા જ જોવા મળ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપની આંગળી પકડવા જઇ રહેલા કોંગી ધારાસભ્યો દેખાયા ન હતા.

જ્યારે ઉત્તરાખંડ પોલીસના ઘોડા શક્તિમાનના પગ તોડી નાંખનાર ભાજપી ધારાસભ્ય ગણેશ જોશી ગુરૂવારે જેલમાંછી છુટ્યા બાદ આ દધારાસભ્યો સાથે આજે સવારે જોડાઇ ગયા હતા.
First published:

Tags: ઉત્તરાખંડ, કોંગ્રેસ, ભાજપ

આગામી સમાચાર