
હિંમતનગરઃ હિંમતનગરના બેરણામાંથી દેહ વ્યાપાર કરાવતા ત્રણ આરોપીઓ સહિત બે યુવતીઓને ગાંભોઈ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ત્રણ આરોપીઓ અલગ અલગ મહિલાઓ સાથે તેમની ગાડીમાં લઈ જઈને દેહ વ્યાપાર કરાવતા હતા. હાલ પોલીસે આ ત્રણ આરોપી સહિત બે યુવતીઓની ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.કારમાંથી ગર્ભ નિરોધકના સાધનો પણ મોટા જથ્થામાંથી મળી આવ્યા હતા. આ ઉપરાંત કાર અને ત્રણ આરોપીઓ સહિત બે મહિલાઓને પોલીસે ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.