Home /News /gujarat /

પહેલીવાર IT પ્લેટફોર્મ આધારે મોબાઈલ એપથી થશે 7મી આર્થિક ગણતરી

પહેલીવાર IT પ્લેટફોર્મ આધારે મોબાઈલ એપથી થશે 7મી આર્થિક ગણતરી

આ ફિચર્સ તમામ સ્માર્ટફોનમાં હોય જ છે. ત્યારે આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપીશું જેથી તમે તમારા બાળકોને મોબાઇલ રમવા આપશો તેમ છતાં તે સુરક્ષિત રહેશે. સૌ પ્રથમ તો તમે ઇચ્છો તો તમારા બાળકના નામનું ગૂગલ એકાઉન્ટ બનાવી શકો છો. અને તેના મેલ આઇડીને પોતાના મેલ આઇડી સાથે જોડી શકો છે. જેથી તમે તેની એક્ટિવિટી પર નજર રાખી શકો. આ સિવાય પ્લે સ્ટોરમાં પણ કેટલાક સેટિંગ છે જે તમારા ફોનને સિક્યોર બનાવે છે. આ માટે પહેલા ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો.

કેન્દ્ર સરકારના CSC e-Governance Service India Ltd. મારફત જૂન માસમાં ૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય અને સુપરવિઝનની કામગીરી હાથ ધરાશે

    ભારત સરકાર દ્વારા ૭મી આર્થિક ગણતરી આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે. આર્થિક ગણતરી એ ખુબ જ અગત્યનો સર્વે છે આ સર્વે પરથી દેશમાં ક્યા પ્રકારના રોજગાર ચાલી રહ્યા છે ? ક્યા રોજગારમાં કેટલા લોકો રોકાયેલા છે ? તે અંગેની જાણકારી મેળવી શકાય છે. આર્થિક ગણતરી દેશના આર્થિક ક્ષેત્રના વિકાસ તેમજ ભવિષ્યના લાંબા ગાળાના આયોજનમાં મદદરૂપ થઇ શકે છે. જે અંગે જિલ્લા પંચાયત ખાતે તાજેતરમાં જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમવાર મોબાઇલ એપ્લિકેશન દ્વારા આર્થિક ગણતરી અંગેની માહિતી આપવામાં આવી હતી.

    કેન્દ્ર સરકારના CSC e-Governance Service India Ltd. મારફત જૂન માસમાં ૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય અને સુપરવિઝનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના અનુસંધાને જિલ્લા આંકડા અધિકારીશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વર્કશોપ જિલ્લા પંચાયત, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગનાઇઝેશનના સિનિયર આંકડા અધિકારી તેમજ CSC ના ડિસ્ટ્રિક્ટ મેનેજર દ્વારા આર્થિક ગણતરીનો સર્વે કઈ રીતે કરવો તે અંગેની તાલીમ આપવામાં આવી હતી. સુપરવાઈઝર, તાલુકા પંચાયતના આંકડા મદદનીશ, જિલ્લા પંચાયતની આંકડા શાખાના કર્મચારીઓએ તાલીમ મેળવી હતી.

    અહીં ક્લિક કરી વાંચોઃ જૂનાગઢ સિવિલના પાંચમાં માળેથી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ, ચોકીદારે બચાવી

    સમગ્ર તાલીમનું આયોજન CSC ના ડિસ્ટ્રિક્ટ મેનેજર તથા આંકડા શાખા જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે આર્થિક ગણતરીના ગણતરીદાર આપના ત્યાં સર્વે કરવા આવે ત્યારે તેમને સાથ સહકાર આપવા વિનંતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Economic, Mobile app

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन