બરોડા ક્રિકેટ ઍસોસિએશન ચૂંટણી : રોયલ અને રિવાઇવલ ગ્રુપે ઉમેદવાર જાહેર કર્યા

News18 Gujarati
Updated: September 27, 2019, 3:02 PM IST
બરોડા ક્રિકેટ ઍસોસિએશન ચૂંટણી : રોયલ અને રિવાઇવલ ગ્રુપે ઉમેદવાર જાહેર કર્યા
વડોદરા ક્રિકેટ એસોસિએશનનો લૉગૉ

બરોડા ક્રિકેટ ઍસોસિએશનની ચૂંટણી (BCA Election)માં વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ (Samarjitsinh) અને પૂર્વ પ્રમુખ ચિરાયુ અમીનના (Chirayu) જૂથ વચ્ચે ટક્કર રોયલ ગ્રુપે જતીન વકીલ અને રિવાઇવલ ગ્રુપે પ્રણવ અમીનને મેદાને ઉતાર્યા

  • Share this:
ફરીદ ખાન, વડોદરા : છ વર્ષ બાદ બરોડા ક્રિકેટ એસોસિએશનની (Baroda Cricket Association) મેનેજિંગ કમિટી (Managing Committee) સહિત વિવિધ સબ કમિટીઓના સભ્યોની ચૂંટણી આગામી 27 સપ્ટેમ્બરે યોજાશે. બીસીએની (BCA)ની ચૂંટણીમાં (Election) મેનેજિંગ કમિટી સહિત વિવિધ સબ કમિટીઓ માટે ઉમેદવારી કરવા 500થી વધુ ઉમેદવારી પત્રોનું અત્યાર સુધી વિતરણ થયું છે. રિવાઇવલ જૂથમાં પ્રણવ અમિન સહિત સત્યજિત ગાયકવાડ સક્રિય છે. તો રોયલ જૂથમાં મહારાજા સત્યજિતસિંહ ગાયકવાડ અને બીસીસીઆઇના પૂર્વ સચિવ સંજય પટેલ સક્રિય છે.

બંને જૂથ દ્વારા પ્રેસ કૉન્ફરન્સ કરી પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રોયલ ગ્રુપ વતી જતીન વકીલ પ્રમુખ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે રિવાઇવલ ગ્રુપ વતી ઉદ્યોગપતિ પ્રણવ અમીન મેદાને છે.

આ પણ વાંચો :  રાજકોટ કૉંગ્રેસનો પાલિકા પર 100 કરોડ રૂ.નું 'કચરા કૌંભાડ' આચરવાનો આક્ષેપ

આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે ચૂંટણી
છેલ્લા છ વર્ષમાં ક્રિકેટને ભારે નુકશાન થયું છે તેવા આક્ષેપો સાથે મોટાભાગના ક્રિકેટરો રોયલ ગ્રુપ સાથે છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટર અને પૂર્વ કૉચ અંશુમન ગાયકવાડ સહિત અનેક ક્રિકેટરો રોયલ ગ્રુપ સાથે છે.રિવાઇવલ ગ્રુપે હિતમાં કામ કર્યુરોયલ ગ્રુપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ફગાવતાં રિવાઇવલ ગ્રુપના પ્રમુખપદના ઉમેદવાર પ્રણવ અમીને જણાવ્યું હતું કે રિવાઇવલ ગ્રુપે છ વર્ષમાં ક્રિકટના હિતમાં સારા કામો કર્યા છે એટલે સભ્યો અમને વિજય અપાવશે.

સ્ટેડિયમનો મુદ્દો મુખ્ય
આ ચૂંટણીમાં સ્ટેડિયમનો મુદ્દો મુખ્ય છે. વડોદરામાં ક્રિકેટ ઍસોસિએશન પાસે પોતાની માલિકીનું સ્ટેડિયમ નથી તેથી વડોદરાને આંતરાષ્ટ્રીય મેચ નથી. આ ચૂંટણીમાં સ્ટેડિયમનો મુદ્દો ઉછાળી રાજકારણ ખેલાવામાં આવશે. જોકે, વડોદરાવાસીઓ કાગડોળે પોતાના સ્ટેડિયમની રાહ જઈ રહ્યા છે.
First published: September 24, 2019
વધુ વાંચો
अगली ख़बर