Home /News /gujarat /

બારામૂલા આતંકી હુમલા અંગે બોલ્યા રાજનાથસિંહ, સેના હુમલાખોરોને આપી રહી છે જડબાતોડ જવાબ

બારામૂલા આતંકી હુમલા અંગે બોલ્યા રાજનાથસિંહ, સેના હુમલાખોરોને આપી રહી છે જડબાતોડ જવાબ

બારામુલા આતંકી હુમલા અંગે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ કહ્યું કે, અમારી સેના હુમલાખોરોને જડબાતોડ જવાબ આપી રહી છે અને તે અભિનંદનને પાત્ર છે. આ નિવેદન એમણે લદાખ મુલાકાત દરમિયાન આપ્યું છે. ગૃહમંત્રી આજે બે દિવસીય લદાખ યાત્રાએ છે. ત્યાં તેઓ વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે બેઠક કરવાના છે. આ એમની છેલ્લા કેટલાય દિવસોમાં જમ્મુ કાશ્મીરની ચોથી યાત્રા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બારામુલા આતંકી હુમલા અંગે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ કહ્યું કે, અમારી સેના હુમલાખોરોને જડબાતોડ જવાબ આપી રહી છે અને તે અભિનંદનને પાત્ર છે. આ નિવેદન એમણે લદાખ મુલાકાત દરમિયાન આપ્યું છે. ગૃહમંત્રી આજે બે દિવસીય લદાખ યાત્રાએ છે. ત્યાં તેઓ વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે બેઠક કરવાના છે. આ એમની છેલ્લા કેટલાય દિવસોમાં જમ્મુ કાશ્મીરની ચોથી યાત્રા છે.

ગૃહમંત્રીએ ગત 4-5 સપ્ટેમ્બરે શ્રીનગર અને જમ્મુમાં એક સર્વદલીય પ્રતિનિધિ મંડળની બેઠક કરી હતી. પ્રતિનિધિ મંડળે હિજબુલ મુજાહિદ્દીન આતંકવાદી બુરહાન વાનીના માર્યા ગયા બાદ ઘાટીમાં પેદા થયેલ તણાવ અને અશાંતિ પર કાબુ મેળવવાના ભાગરૂપે જમ્મુ કાશ્મીરમાં સમાજના વિવિધ વિભિન્ન વગ્રોના અંદાજે 50 જેટલા પ્રતિનિધિ મંડળોના 400થી વધુ લોકો સાથે મુલાકાત કરી હતી. ગૃહમંત્રીએ આ અગાઉ 24-25 ઓગષ્ટ અને 23-24 જુલાઇએ શ્રીનગરની મુલાકાત કરી હતી.

આ અગાઉ બારામૂલા આતંકી હુમલા અંગે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે એનએસએ અજીત ડોભાલ સાથે વાતચીત કરી હતી અને સ્થિતિનું નિરક્ષણ કર્યું હતું. સાથોસાથ એમણે આ હુમલામાં જવાનની શહાદત અંગે પણ દુખ વ્યક્ત કરી પરિવાર પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી હતી.

જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં રવિવારે રાતે રાષ્ટ્રીય રાયફલ અને સીમા સુરક્ષા બળ બીએસએફના કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો રવિવાર રાતે અંદાજે 10-30 કલાકે કરાયો હતો. જેમાં 2 આતંકીઓના માર્યા જવાના ખબર છે. જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઇ કહેવાયું નથી. તો આ હુમલામાં બીએસએફ જવાન શહીદ થયો છે. જ્યારે અક જવાન ઘાયલ થયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ આતંકી હુમલામાં પાકિસ્તાને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો હાથ છે.
First published:

Tags: ઉરી આતંકી હુમલો, જમ્મુ કાશ્મીર વિવાદ, બારામુલા, રાજનાથસિંહ

આગામી સમાચાર