Home /News /gujarat /આજથી ખુલશે બેંકો, 500 અને 1000 રૂપિયાની નોટ બદલાવી શકાશે, પોલીસ એલર્ટ

આજથી ખુલશે બેંકો, 500 અને 1000 રૂપિયાની નોટ બદલાવી શકાશે, પોલીસ એલર્ટ

કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ દેવાના કરાયેલા નિર્ણય બાદ આજથી બેંકોમાં નવી કરન્સી આવશે, બે દિવસની માથાકૂટ અને પરેશાનીથી ત્રસ્ત લોકોને આજે બેંકોમાંથી નવી કરન્સી મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ દેવાના કરાયેલા નિર્ણય બાદ આજથી બેંકોમાં નવી કરન્સી આવશે, બે દિવસની માથાકૂટ અને પરેશાનીથી ત્રસ્ત લોકોને આજે બેંકોમાંથી નવી કરન્સી મળશે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ દેવાના કરાયેલા નિર્ણય બાદ આજથી બેંકોમાં નવી કરન્સી આવશે, બે દિવસની માથાકૂટ અને પરેશાનીથી ત્રસ્ત લોકોને આજે બેંકોમાંથી નવી કરન્સી મળશે. જોકે ગ્રાહકોના ભારે ધસારાને જોતાં પોલીસને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ કરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારની મધરાતથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો. જેને પગલે બજારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. નાના માણસથી લઇને મોટાને લેણદેણમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે બે દિવસના અંતરાલ બાદ આજથી બેંકો ખુલશે અને નવી કરન્સીનો ગ્રાહકોને લાભ મળશે

બે કલાક વધુ કામ કરશે બેંકો

બે દિવસથી ચાલી રહેલી પરેશાનીને પગલે લોકોની સુવિધા માટે સરકાર દ્વારા બેંકોને વધુ કામગીરી કરવા આદેશ કરાયો છે. જેને પગલે આજથી ખુલનારી બેંકો સવારે 10થી રાતના 8 કલાક સુધી ચાલુ રહેશે અને ગ્રાહકોને જુની નોટો બદલી આપવાની કામગીરી કરશે. ઉપરાંત શનિવાર અને રવિવારે પણ બેંકોમાં આ કામગીરી ચાલુ રહેશે.

બેંક ખાતા વગર પણ નવી નોટ મળશે

બેંકોમાં આજથી બે પ્રકારે કામગીરી ચાલશે. જે લોકો કોઇ બેંક એકાઉન્ટ ધરાવતા નથી એવા લોકો પણ 500 અને 1000 રૂપિયાની જુની નોટ બદલાવી શકશે. બેંકો દ્વારા એમને દિવસના 4000 રૂપિયા સુધી જુની નોટ બદલી આપવામાં આવશે પરંતુ આ માટે એમણે પોતાનું કોઇ ઓળખપત્ર રજુ કરવું પડશે.
First published:

Tags: 1000, 500, 500 1000 રૂપિયા, આરબીઆઇ, ભારતીય ચલણી નોટ, ભારતીય બેંકો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन