Home /News /gujarat /અમદાવાદમાં KFC, હ્યુન્ડાઈ મોટર અને કિયા મોટર્સના જોઈન્ટ્સ પર બજરંગદળનુ વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં KFC, હ્યુન્ડાઈ મોટર અને કિયા મોટર્સના જોઈન્ટ્સ પર બજરંગદળનુ વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં બજરંગદળનું વિરોધ પરદર્શન (ફોટો ANI)

અમદાવાદ (Ahmedabad)માં બજરંગદળ (Bajrangdal)ના સભ્યોએ KFC, ડોમિનોઝ, પિઝા હટ અને હ્યુન્ડાઈ મોટર કંપનીના શોરૂમે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ કંપનીઓના સાઇનબોર્ડો પર 'ભારત માતા કી જય અને POK સહિત આખું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે' તેવા પોસ્ટરો લગાવ્યા હતા.

વધુ જુઓ ...
હાલમાં ભારતના ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections)ઓના બ્યુગલ ફુંકાઇ ચૂક્યા છે અને આ દરમિયાન વિવાદોનું પણ ઘોડાપુર આવ્યું હોય તેમ અનેકવિધ વિવાદો સામે આવી રહ્યા છે જે સમાચારપત્રોની હેડલાઇનો બની રહ્યા છે. ત્યારે ઓટો કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા બાદ KFC ઇન્ડિયા પણ હાલમાં વિવાદોમાં સપડાયું છે.

ઓટો કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા બાદ KFC ઇન્ડિયાનો સખત વિરોધ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ ટ્વિટર પર #BoycottKFC ટ્રેન્ડ કરાવી રહ્યા છે. ખરેખરમાં કેએફસીએ તેના ફેસબુક પેજ પર એક તસવીર શેર કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે કાશ્મીર તમામ કાશ્મીરીઓનું છે. અન્ય એક વાયરલ તસવીરમાં કેએફસીએ કાશ્મીર દિવસ નિમિત્તે કહ્યું હતું કે અમે તમામ કાશ્મીરીઓની સાથે ઉભા છીએ. જોકે જ્યારે ઓનલાઇન મીડિયા પ્લેટફોર્મ પર વિરોધ શરૂ થયો ત્યારે કેએફસી ઇન્ડિયાએ માફી માંગી હતી.

આ પણ વાંચો- રાહુલ બજાજના નામને લઇ નહેરુથી નારાજ હતા ઈન્દિરા ગાંધી, આ છે રસપ્રદ કિસ્સો

ગુજરાતમાં પણ કેએફસી સામે બજરંગ દળના સભ્યોએ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. આજે અમદાવાદમાં KFC, ડોમિનોઝ, પિઝા હટ અને હ્યુન્ડાઈ મોટર કંપનીના શોરૂમ, કિયા મોટર્સના ફૂડ જોઈન્ટ્સ પર 'કાશ્મીર સોલિડેરિટી ડે'ને સમર્થન આપતી તેમની સોશિયલ મીડિયા પોસ્ટ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.



અમદાવાદમાં બજરંગદળના સભ્યોએ KFC, ડોમિનોઝ, પિઝા હટ અને હ્યુન્ડાઈ મોટર કંપનીના શોરૂમે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ કંપનીઓના સાઇનબોર્ડો પર 'ભારત માતા કી જય અને POK સહિત આખું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે' તેવા પોસ્ટરો લગાવ્યા હતા.

આ પણ વાંચો- Uttarakhand: ઉત્તરાખંડમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસ પહેલા વચનો આપશે પછી કૌભાંડ કરશે

જણાવી દઇએ કે, ભારતમાં સોશિયલ મીડિયા પલેટફોર્મ પર યૂઝર્સ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે પહેલા હ્યુન્ડાઈ અને પછી કિયા અને હવે કેએફસી, સરકાર તરફથી તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
First published:

Tags: Ahmedabad news, Bajrang dal, Jammu Kashmir