Home /News /gujarat /

સુપ્રીમના આદેશ બાદ કોંગ્રેસે માંગ્યું ઉમા ભારતીનું રાજીનામું

સુપ્રીમના આદેશ બાદ કોંગ્રેસે માંગ્યું ઉમા ભારતીનું રાજીનામું

બહુચર્ચિત બાબરી વિધ્વંસ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે આપેલા ચુકાદાને પગલે ભાજપ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. સુપ્રીમ કોર્ટે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉણા ભારતી, કલ્યાણસિંહ સહિતના નેતાઓ વિરૂધ્ધ કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. જેને પગલે આગામી દિવસોમાં આ મામલે કાર્યવાહી હાથ ધરાશે તો આ સંજોગોમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી #બહુચર્ચિત બાબરી વિધ્વંસ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે આપેલા ચુકાદાને પગલે ભાજપ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. સુપ્રીમ કોર્ટે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉણા ભારતી, કલ્યાણસિંહ સહિતના નેતાઓ વિરૂધ્ધ કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. જેને પગલે આગામી દિવસોમાં આ મામલે કાર્યવાહી હાથ ધરાશે તો આ સંજોગોમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

બાબરી વિધ્વંસ કેસમાં લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણસિહની સાથોસાથ ઉમા ભારતીનું પણ નામ છે. જેમની સામે પણ કેસ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. જોકે લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ હાલ સરકાર સાથે સીધી રીતે જોડાયેલા નથી, પરંતુ ઉમા ભારતી હાલમાં કેન્દ્રિય મંત્રી છે. તેઓ જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા શુધ્ધિકરણ ખાતાના કેન્દ્રિય મંત્રી છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા એમના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, બાબરી વિધ્વંસ કેસમાં કોર્ટે દ્વારા ઉમા ભારતી વિરૂધ્ધ કાર્યવાહી આગળ ચલાવવા ટકોર કરી છે ત્યારે નૈતિકતા ખાતર એમણે રાજીનામું આપી દેવું જોઇએ.
First published:

Tags: ઉમા ભારતી, કોંગ્રેસ, બાબરી કેસ, રાજીનામું, લાલકૃષ્ણ અડવાણી

આગામી સમાચાર