નવી દિલ્હી #બાબરી વિધ્વંસ કેસ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, બાબરી વિધ્વંસ કેસમાં અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 13 નેતાઓ વિરૂધ્ધ કેસ કાર્યવાહી આગળ ચલાવાશે.
બાબરી વિધ્વંસ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મહત્વની સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે બે દાયકા જુના આ કેસમાં ભાજપ અને આરએસએસના નેતાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરાશે.
અહીં નોંધનિય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી સહિતના 13 જેટલા મોટા નેતાઓ વિરૂધ્ધ કેસ આગળ ચલાવાશે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
#ચાર સપ્તાહમાં આ કેસમાં ટ્રાયલ શરૂ કરવા આદેશ
#બે વર્ષમાં કેસનો ચુકાદો પૂર્ણ કરવાનો રહેશે
#હવે આ કેસમાં દરરોજ સુનાવણી થશે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર