Home /News /gujarat /

રામદેવ બાબાએ લાલૂના ચહેરા પર લગાવ્યું ગોલ્ડ ક્રિમ, ક્હ્યું- લાલૂ યોગના બ્રાન્ડ એમ્બેસેડર છે

રામદેવ બાબાએ લાલૂના ચહેરા પર લગાવ્યું ગોલ્ડ ક્રિમ, ક્હ્યું- લાલૂ યોગના બ્રાન્ડ એમ્બેસેડર છે

અત્યાર સુધી પોતાના તીવ્ર નિવેદનોથી એકબીજા પર પ્રહાર કરનાર રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને યોગ ગુરૂ બાબા રામદેવ આજે એક સાથે જોવા મળ્યા હતા.

અત્યાર સુધી પોતાના તીવ્ર નિવેદનોથી એકબીજા પર પ્રહાર કરનાર રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને યોગ ગુરૂ બાબા રામદેવ આજે એક સાથે જોવા મળ્યા હતા.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી# અત્યાર સુધી પોતાના તીવ્ર નિવેદનોથી એકબીજા પર પ્રહાર કરનાર રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને યોગ ગુરૂ બાબા રામદેવ આજે એક સાથે જોવા મળ્યા હતા. બાબા રામદેવ લાલૂને 21 જૂને યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આમંત્રણ આપવા માટે લાલૂના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

આ મુલાકાત દરમિયાન બાબા રામદેવ અને લાલૂએ ન માત્ર એકબીજા ની જોરદાર પ્રશંસા કરી, સાથે જ રામદેવે લાલૂને તેમના પતંજલિ સંસ્થામાં બનેલ સામગ્રી પણ ભેટ સ્વરૂપે આપી હતી. એટલું જ નહીં બાબાએ લાલૂ પ્રસાદ યાદવના ચહેરા પર પતંજલિની ગોલ્‍ડ ક્રીમ પણ લગાવ્યું હતુ.

બાબા સાથેની મુલાકાત બાદ લાલૂના સ્વર પણ કઇક અલગ દેખાયા હતા. એક સમયે એકબીજાના કટ્ટર વિરોધી કહેવાતા લાલૂએ કહ્યું કે, બાબા રામદેવથી ઘણા લોકો ઇર્શા કરે છે અને બાબાના ખૂબ દુશ્મન છે, પરંતુ બાબા તમામ માટે ભલુ જ કરવાનું કાર્ય કરે છે.

લાલૂએ કહ્યું કે, બાબા રામદેવે પતંજલિ પ્રોડક્ટ્સ માર્કેટમાં ઉતારીને ઘણા લોકોની દુકાન બંધ કરી દીધી છે. રામદેવ શુદ્ધતાની ગેરેન્ટી આપે છે.

તો આ તરફ બાબાએ કહ્યું કે, અમે સીધી રીતે સ્વદેશી ટેકનિકની સાથે જડી બુટીથી ક્રિમ બનાવીયે છે. બાબાએ એ પણ કહ્યું કે, લાલૂ યોગના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેઓએ આને પ્રોત્સાહન આપવા માટે તેઓની સાથે મળીને પ્રયાસ કરવો જોઇએ.
First published:

Tags: આમંત્રણ, પ્રશંસા, બાબા રામદેવ, બ્રાન્ડ એમ્બેસેડર, યોગ, યોગ ગુરૂ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन