વિદ્યાર્થીઓની માંગ છે કે, એમબીબીએસના વિદ્યાર્થીઓને નર્સિંગ, ડેન્ટલ અને અન્ય કોર્સના વિદ્યાર્થીઓની જેમ કેમ્પસમાં જ સારી હોસ્ટેલ ફાળવવામા આવે અને તમામ પુરતી પ્રાથમિક સુવિધાઓ આપવામા આવે.
અમદાવાદ: જર્જરિત હોસ્ટેલ સહિતની સુવિધાઓ અંગે બી.જે.મેડિકલ કોલેજના (B.J Medical) એમબીબીએસના વિદ્યાર્થીઓ (MBBS Students protest for hostel) હડચાળ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. બુધવારે તંત્રએ તેમની વાત ન સાંભળતા વિદ્યાર્થિનીઓ સામાન લઇને હોસ્ટેલની બહાર નીકળી ગઇ હતી અને હોસ્ટેલનો ત્યાગ કર્યો હતો. આટલું જ નહીં પરંતુ વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલની બહાર રાત વિતાવીને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓની માંગ છે કે, એમબીબીએસના વિદ્યાર્થીઓને નર્સિંગ, ડેન્ટલ અને અન્ય કોર્સના વિદ્યાર્થીઓની જેમ કેમ્પસમાં જ સારી હોસ્ટેલ ફાળવવામા આવે અને તમામ પુરતી પ્રાથમિક સુવિધાઓ આપવામા આવે.
ડીન ઓફિસ પાસે જ વિરોધ પ્રદર્શન
બુધવારે હોસ્ટેલનો ત્યાગ કરીને વિદ્યાર્થીઓએ માથે તકિયા અને સામાન સાથે ડીન ઓફિસ સુધી રેલી કાઢી હતી. ત્યારબાદ તેમના પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ડીન ઓફિસ પાસે જ બિસ્તરા પોટલા રાખીને ધામા નાંખ્યા છે. છતાં આ પડતર પ્રશ્નોના કોઇ નિકાલ આવ્યા નથી. જેથી વિદ્યાર્થિનીઓ આખી રાત હોસ્ટલની બહાર વિતાવવા માટે મજબૂર બની હતી.
ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગ
ભાવિ ડોક્ટરો લડી લેવાના મૂડમાં
નોંધનીય છે કે, શહેરની બી.જે. મેડિકલ કોલેજના યુજી-પીજીના વિદ્યાર્થીઓએ પાણી-ડ્રેનેજ, જર્જરિત હોસ્ટેલ સહિત પ્રાથમિક સુવિધાઓ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ ઉકેલ આવતો ન હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભાવિ ડોક્ટરોનું આંદોલન
ત્યારે બુધવારે મેડિકલના વિદ્યાર્થીઓએ હોસ્ટેલનો ત્યાગ કરીને આંદોલન માર્ગે વિરોધ નોંધાવ્યો હતો. ભાવિ ડોકટરો તેમની પ્રાથમિક સુવિધાઓને લઇને લડી લેવાના મૂડમાં દેખાય રહ્યા છે.
ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગ
રિપોર્ટ પ્રમાણે પણ બિલ્ડિંગ રહેવા લાયક નથી
છોકરીઓ માટેની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલ 1971માં બનેલી છે. જે ખૂબ જ જર્જરીત હાલતમાં છે.
Ahmedabad :
યુ જી ગર્લ્સ હોસ્ટેલની જર્જરિત બિલ્ડીંગ મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ
હોસ્ટેલની બહાર વિધાર્થીનીઓએ રોડ પર રાત્રી વિતાવી
વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ દિવસથી કરી રહ્યાં છે વિરોધ
તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતા હોસ્ટેલનો ત્યાગ કર્યો@Rushikeshmlapic.twitter.com/1fnokckAgp
વિદ્યાર્થીઓ સૂતા હોય ત્યારે માથા પર પોપડા પણ પડવાના આક્ષેપ કરાયા છે. સરકારના આરોગ્ય વિભાગની જ એજન્સી એવી પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટે તપાસ કરીને રિપોર્ટ આપ્યો હતો કે, ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીગ 50 વર્ષ જુનું છે અને સ્ટ્રકચરલી નબળુ છે. જેથી સી બ્લોકમાં આવેલી લેડિઝ હોસ્ટલ વિદ્યાર્થીઓને રહેવા માટે હિતાવહ નથી. આ રિપોર્ટ બાદ પણ નજીકમાં બીજુ હોસ્ટેલ બિલ્ડીંગ આપવા વિકલ્પ અપાયો હતો પરંતુ તેમાં પણ સુવિધાઓ ન હોવા સાથે ગંદકી હોવાની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓએ અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા આપવા ઉગ્ર માંગ કરી હતી.