Home /News /gujarat /

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે સરેરાશ 1 ઇંચ વરસાદ

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે સરેરાશ 1 ઇંચ વરસાદ

સીટીએમ વિસ્તાર

ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવો નોંધાયો છે. જેમાં મણિનગર, વસ્ત્રાપુર, શાહીબાગમાં ઝાડ પડવાના બનાવો સામે આવ્યા છે.

    ન્યૂઝ18 ગુજરાતી : શહેરમાં રવિવારે મોડી રાત્રે સરેરાશ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે એક વાગ્યા પછી વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો ઉઠવા પામી છે. ભારે પવનને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ફરિયાદો પણ મળવા પામી છે. મોડી રાત્રે પડેલા વરસાદમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ઝોનમાં પડ્યો હતો. આ સાથે જ અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ 100 મીમી થયો છે.

    કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો?

    અમદાવાદના પૂર્વ ઝોનમાં 39 MM, પશ્ચિમ ઝોનમાં 20 MM, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 25 MM, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 32 MM, મધ્ય ઝોનમાં 23 MM, ઉત્તર ઝોનમાં 20 MM, દક્ષિણ ઝોનમાં 45 MM વરસાદ પડ્યો છે. સાથે જ શહેરમાં સરેરાશ 28.90 MM વરસાદ નોંધાયો છે. રવિવારે મોડી રાત્રે પડેલા વરસાદ સાથે અમદવાદ શહેરમાં સિઝનનો કુલ 100 MM વરસાદ નોંધાયો છે.

    ઝાડ પડવાના બનાવો

    અમદાવાદ વરસાદી માહોલ વચ્ચે ઝાડ પડવાના અનેક બનાવો નોંધાયા છે. ફાયર બ્રિગેડને આખી રાત આ અંગે કોલ મળ્યાં હતાં. રાત દરમિયાન ફાયર બ્રિગેડને 10થી વધુ કોલ મળ્યાં છે. શહેરમાં 15થી વધારે જગ્યાએ ઝાડ પડવાના બનાવ નોંધાયા છે. જેમાં ચાણક્યપુરી, મેમનગર, નારોલ-ઇસનપુર રોડ, ગોળ લીમડા, ખાનપુર, ભુલાભાઈ ચાર રસ્તા, ગોતા ફલાયઓવર, કાંકરિયા, શાહીબાગ પોલીસલાઈન, વેજલપુર, વસ્ત્રાપુર વિસ્તારોમાં ઝાડ પડ્યાં છે.



    રાત્રે પડેલો ધોધમાર વરસાદ


    ટ્રક ફસાયો

    રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવોની સાથે સાથે સીટીએમ વિસ્તારોમાં રસ્તામાં એક ટ્રક ફસાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. રસ્તામાં કરેલા ખોદકામને કારણે ટ્રકનું વ્હીલ જમીનમાં ઉતરી ગયું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat rain, IMD, Lightning, અમદાવાદ, ચોમાસુ

    આગામી સમાચાર